Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

  • દેશમાં મોદી સરકાર અને ભાજપ જ એવો પક્ષ છે જે પરિવાર કે પૈસાની તાકાત જોઈને નહીં પરંતુ વ્‍યક્‍તિની ક્ષમતાને પારખીને ટિકીટ આપે છેઃ સુશીલાબેન ભીમરા

  • દાનહના પૂર્વ ચીફ કાઉન્‍સેલર અને આદિવાસી કામદાર નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાના ધર્મપત્‍ની હોવાથી સુશીલાબેન સાથે જોડાયેલું વ્‍યાપક જન સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
શનિવારે રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા અને દાનહના પૂર્વ ચીફ કાઉન્‍સેલર સ્‍વ. ભીખુભાઈ વનસાભાઈ ભીમરાના પત્‍ની શ્રીમતી સુશીલાબેન ભીમરાએ ભાજપની કંઠી બાંધતા ખાનવેલ વિસ્‍તારમાં ભાજપ મજબુત બનવા પામ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી મનોજ તિવારી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં શ્રીમતી સુશિલાબેન ભીખુભાઈ ભીમરાએ તેમના સેંકડો ટેકેદારો સાથે શનિવારે ભાજપની કંઠી બાંધી હતી અને લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા પોતાનો સંકલ્‍પ પણ જાહેર કર્યો હતો.
શ્રીમતીસુશિલાબેન ભીખુભાઈ ભીમરાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દેશમાં મોદી સરકાર અને ભાજપ જ એવો પક્ષ છે જે પરિવાર કે પૈસાની તાકાત જોઈને નહીં પરંતુ વ્‍યક્‍તિની ક્ષમતાને પારખીને ટિકીટ આપે છે. શ્રી મહેશભાઈ ગાવિત પણ સામાન્‍ય પરિવારમાંથી આવતા હોવા છતાં તેમની પાસે શિક્ષણ, અનુભવ અને રજૂઆત કરવાની આવડત છે. જે અન્‍ય કોઈ ઉમેદવાર પાસે નથી.
શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીની કાયાપલટ ભાજપના કારણે જ શક્‍ય બની છે. આજે આપણા આદિવાસી બાળકો સરળતાથી ડોક્‍ટર કે એન્‍જિનિયર બની શકે એવું માળખું ગોઠવાયું છે. ભય અને આતંકનું રાજ સમાપ્ત થયું છે અને જેમની પાસે લાયકાત હોય તેઓ આગળ આવી શકે એવું વાતાવરણ બન્‍યું છે. તેથી પ્રદેશના વિકાસ સમૃદ્ધિ અને શાંતિ માટે ભાજપને મત આપી પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા આહ્‌વાન કર્યું હતું.
આ પ્રસંગે ખાવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત, શ્રી ગોવિંદા શેટ્ટી, શ્રી અલ્‍તાફભાઈ ખુટલીવાલા, શ્રી સોનજીભાઈ કુરકુટિયા, શ્રી અનિલભાઈ દિક્ષિત, શ્રી લાડકભાઈ મિશાલ, શ્રી અબ્‍દુલભાઈ, શ્રીમતી કુમુદબેન, શ્રી ગોપીભાઈ ગુપ્તા, શ્રી શૈલેષ દુમાડા સહિત અનેક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિ.પં.માં કારોબારી સમિતિના કર્ણધાર બનેલા ફાલ્‍ગુનીબેન પટેલ

vartmanpravah

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

Leave a Comment