October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

અન્‍ય બે જેટલા ઘરના પણ રાત્રીના સમયે તાળા તૂટયા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ફરજ બજાવતી ફરિયાદી મૌસમીકુમારી સુનિલભાઈ ધો.પટેલ (રહે.પ્‍લોટ નં-17, વૃંદાવન સોસાયટી રાનકુવા તા.ચીખલી) 16-સપ્‍ટેમ્‍બરના રોજ સાંજે પતિ અને પુત્રો સહિતના પરિવાર સાથે તેમના વાંસદા તાલુકાના ઝરીગામ ડુંગરી ફળીયા પિયર ખાતે રાત્રે રોકાયા હતા. આ દરમ્‍યાન તેમના ઘરના મુખ્‍ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી લોખંડનાકબાટમાંનો સામાન વેર વિખેર કરી નાંખી કબાટની તિજોરીમાં મુકેલ આશરે દોઢ તોલાનું રૂા.60,000 ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી ગયેલાનું જણાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવે હાથ ધરી હતી.
જોકે વૃંદાવન સોસાયટીમાં જ ભાડુઆત તરીકે રહેતા કેયુરસિંહ અમૃતસિંહ પરમારના ઘરે પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્‍યાં કંઈ હાથ લાગ્‍યું ન હતું. તેમજ વિલાસબેન જયેશભાઈ પટેલના ઘરે પણ ચોરી થયેલાનું જાણવા મળ્‍યું હતંું. ફરિયાદમાં ત્રણેય ઘરે ચોરીનો ઉલ્લેખ છે. જ્‍યારે આસપાસની અન્‍ય બે સોસાયટીમાં પણ કેટલાક ઘરોને નિશાન બનાવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું. રાનકુવામાં એક સાથે એક કરતાં વધારે ઘરોના તાળા તૂટતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાવવા પામ્‍યો હતો.

Related posts

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના B.com, BBA, B.sc, BCA, M.com, M.scમાં વાર્ષિક રમોત્સવ ની ભવ્ય ઉજવણી

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

Leave a Comment