December 1, 2025
Vartman Pravah
સેલવાસ

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

દિલ્‍હીમાં આપણી ભાજપ સરકાર છે અને મારી સાથે આપણા પ્રદેશના ચૂંટણી પ્રભારી રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ અને દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ મળી અમે ત્રણ છીએ અને આ સમય પ્રદેશના વિકાસ માટે સોનેરી અક્ષરે અંકિત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 25
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે જણાવ્‍યું હતું કે, માતૃશક્‍તિ જ્‍યારે મારી સાથે છે ત્‍યારે આપણો વિજયનિヘતિ છે.
શ્રી મહેશભાઈ ગાવિતે પોતાના જોશ ભરેલા અભિભાષણમાં જણાવ્‍યું હતું કે, મેં પોલીટિકલ સાયન્‍સમાં ગ્રેજ્‍યુએશન કર્યું છે. મને રાજનીતિમાં કોની સમક્ષ કેવી રીતે બોલવું અને પ્રદેશના વિકાસના કામો કેવી રીતે કરાવવા તેની આવડત છે. તેમણે જણાવ્‍યું હતું કે, દિલ્‍હીમાં આપણી ભાજપ સરકાર છે અને મારી સાથે આપણા પ્રદેશના ચૂંટણી પ્રભારી રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ મળી ત્રણ સાંસદોનું પીઠબળ છે અને પડોશના સાંસદ ડો. કે.સી.પટેલના પણ આશીર્વાદ રહેવાના છે. તેથી આપણા પ્રદેશની સમસ્‍યાનું નિવારણ અને વિકાસની દૃષ્‍ટિએ સોનેરી અવસરનું સર્જન થશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment