April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે જે સંદર્ભે મુખ્‍ય ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.રાકેશ મિન્‍હાસે જણાવ્‍યું છે કે પ્રદેશમાં ગ્રામ્‍ય વિસ્‍તાર કરતા શહેરી વિસ્‍તારમાં ઓછુ એટલે કે 60થી 70ટકા મતદાન થાય છે.
મતદાનના દિવસે કંપનીઓમા અને ખાનગી સંસ્‍થાઓમાં જાહેર રજા આપવામા આવે છે જેથી દરેકે ઘરેથી બહાર મતદાન કરવા નીકળવાની જરૂર છે 90 ટકાથી વધુ મતદાન થવું જરૂરી છે. રજા મળે એટલે પરિવાર સાથે ફરવા નીકળવાના હોય તો પહેલા મતદાન કર્યાં બાદ ફરવા જઈ શકો છો.
મતદાનનો સમય સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 7:00 વાગ્‍યા સુધીનો રાખવામા આવ્‍યો છે. દરેક બુથ પર કોવીડ-19ના નિયમ અનુસાર માસ્‍કઆપવામા આવશે. સોશિયલ ડિસ્‍ટન્‍સ માટે કુંડાળા બનાવવામા આવ્‍યા છે વોટિંગ માટે હેન્‍ડ સેનિટાઇઝ કર્યા બાદ હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ આપવામાં આવશે.
દિવ્‍યાંગ લોકો માટે વ્‍હીલચેરની પણ સુવિધા રાખવામાં આવી છે. મતદાન માટે નવા 18 વર્ષથી ઉપરના મતદાતાઓથી લઈ સીનીયર સીટીઝન સહિત દરેક મતદાન કરવા માટે ઉત્‍સાહપૂર્વક આગળ આવે અને કોઈપણ જાતનો ડર રાખ્‍યા વિના મતદાન કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામા આવી છે.

Related posts

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

vartmanpravah

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

Leave a Comment