Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

  • શિવસેનાના યુવા નેતા આદિત્‍ય ઠાકરેની સેલવાસમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભા

  • ભારત સરકાર અને સ્‍થાનિક પ્રશાસન સમક્ષ ડેલકર સાહેબ દ્વારા રજૂ કરાયેલી સમસ્‍યાનું નિરાકરણ સંભવ નહીં બન્‍યું હતું: કલાબેન ડેલકરે સમસ્‍યાના નિરાકરણની કોશિષ કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર યોજાઈ રહેલી પેટા ચૂંટણી નિમિત્તે આજે શિવસેનાના નેતા શ્રી આદિત્‍ય ઠાકરે, શ્રી સંજય રાઉતની પ્રચાર સભાનું સેલવાસમાં આયોજન કરાયું હતું. જેમાં દાદરા નગર હવેલી શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે જણાવ્‍યું હતું કે, હવે શિવસેનાનો ઠાકરે પરિવાર અને દાદરા નગર હવેલીનો ડેલકર પરિવાર એક થયો છે અને બંનેની આઈડોલોજી પણ એક હોવાનો દાવો કર્યો હતો.
આ પ્રસંગેશિવસેનાના યુવા નેતા શ્રી આદિત્‍ય ઠાકરેએ પણ જણાવ્‍યું હતું કે, ડેલકર અને ઠાકરે પરિવાર એક થયો છે એટલે દાદરા નગર હવેલી આખો પરિવાર બન્‍યો છે.
આ પ્રસંગે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર તથા સ્‍થાનિક પ્રશાસન સમક્ષ પણ ડેલકર સાહેબે કરેલી વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ થઈ શક્‍યું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, હાલમાં ફરી પાછું 1989નું દાદરા નગર હવેલી બની ગયું હોવાનું દેખાય છે.
આ કાર્યક્રમમાં શિવસેનાના નેતા શ્રી સંજય રાઉત વગેરેએ પણ પોતાનું ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્‍યમિકશાળાઓમાં નેશનલ હેલ્‍થના મિશન ડાયરેક્‍ટર આઈએએસ રેમ્‍યા મોહનની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment