September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દમણ પોલીસની ટીમને રાત્રિમાં પેટ્રોલિંગ દરમિયાન સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક સંદિગ્‍ધ ટેન્‍કરની તલાસી લેતા વિવિધ બ્રાન્‍ડના દારૂ-બિયરના જથ્‍થા સાથે કુલ રૂા.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે બે આરોપીઓની અટકાયત કરવા પણસફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મધ્‍ય રાત્રિએ દમણ પોલીસનો સ્‍ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાં એક વાહન કન્‍ટેનર રજી.નં. એમએચ-04-એફડી-6281ની તપાસ કરતા તેમાંથી (1) ટુબર્ગ બિયરના ટીનના 40 બોક્ષ અંદાજીત કિં.રૂા.62400/-(ર) હેવર્ડસ પ000 બિયર ટીનના 40 બોક્ષ અં.કિં.રૂા.80660/-(3) કાર્લ્‍સબર્ગ સ્‍ટ્રોંગ બિયર ટીન-39 બોક્ષ રૂા.65520/- (4) રોયલ સ્‍પેશ્‍યલ ક્‍વાર્ટર-171 બોક્ષ અં.કિં.રૂા.3,69,360/- (પ) ઈમ્‍પિરીયલ બ્‍લયુ કવાર્ટર-150 બોક્ષ કિં.રૂા.5,04000/- (6) ઈમ્‍પિરીયલ બ્‍લયુ બોટલ-750 મિ.લી.-34 બોક્ષ કિં.રૂા.1,06080/- (7) ઓલ સિઝન વ્‍હિસ્‍કી બોટલ 750 મિ.લી-50 બોક્ષ કિં.રૂા.1,86000/- (8) રોયલ ચેલેન્‍જ બોટલ 750 મિ.લી.-50 બોક્ષ કિં.રૂા.1,80000/- (9) રોયલ સ્‍ટેજ વ્‍હિસ્‍કી કવાર્ટર-10 બોક્ષ કિં.રૂા.38400/- (10) રિયા બ્‍લેક વ્‍હિસ્‍કી બોટલ 750 મિ.લી.-13 બોક્ષ કિં.રૂા.93600/- (11) ઈમ્‍પિરીયલ બ્‍લયુ ઓથોન્‍ટિકેટ વ્‍હિસ્‍કી બોટલ 750 મિ.લ.-06 બોક્ષ કિં.રૂા.18720/- વગેરે બ્રાન્‍ડો મળી કુલ 658 દારૂ-બિયરના બોક્ષ જેની અંદાજિત કિંમત 17,88,980/- અને એક કન્‍ટેનર જેની અંદાજિત કિંમત રૂા.7 લાખ મળી કુલ કિં.રૂા.24,88,980/-નો મુદ્દામાલ જપ્ત કરવા દમણ પોલીસને સફળતા મળી છે અને બે આરોપી (1) રાકેશનિતિન હળપતિ રહે. દુણેઠા નાની દમણ અને (ર) દિપક લાલજી સિંઘ, રહે. આટિયાવાડ, નાની દમણને મુદ્દામાલ સાથે ઝડપી આગળની તપાસ માટે દમણ એક્‍સાઈઝ વિભાગને સુપ્રત કરવામાં આવ્‍યા હોવાની જાણકારી દમણ પોલીસે પોતાની અખબારી યાદીમાં આપી છે.

Related posts

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment