September 1, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.13

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર દીવ કોર્ટ દ્વારા ગતરોજ દીવ જિલ્લામાં ચારેય પંચાયતોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમનું આયોજન કાનૂની સેવા સત્તામંડળ અને એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના હોલમાં લોકોને કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. જે દરમિયાન અનેક વકિલોએ વિવિધ કાયદા અને તે અંગે વિસ્‍તારથી જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઘરેલું હિંસા, ભરણ-પોષણ, સમાજમાં ચાલી રહેલા કુરિવાજો માટે મફત કાનૂની મદદ આપવા સહિતની જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રશ્નોને સાંભળવામાં આવ્‍યા હતા અને તેના નિરાકરણ માટેના યોગ્‍ય સૂચનો આપવામાં આવ્‍યા હતા.

આ અવસરે સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી શંકર ભગવાન, મંત્રી હર્ષિદા મકવાણા, જિલ્લા પંચાયત સભ્‍યો, વકિલો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

વાપીમાં સી.એમ. કોન્‍વે દરમિયાન પોલીસે ટ્રાફિક માટે બળ પ્રયોગ કરતા વાહન ચાલકોએ હંગામો મચાવ્‍યો

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

Leave a Comment