Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના છીરી રામનગરમાં ખખડધજ રોડથી લોકોને છૂટકારો મળશે : આર.સી.સી. રોડ બનાવાની કામગીરી શરૂ

  • આર.સી.સી. રોડ 7.5 મીટર પહોળો અને 1500 મીટર લાંબો તૈયાર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
વાપીના કોપરલી રોડની હાલત ચોમાસામાં સૌથી વધારે કંગાલ સ્‍થિતિ હતી તેથી વાહન ચાલકો અને સ્‍થાનિક છીરી-રામનગર-રાતામાં રહેતા રહીશો ખરાબ રોડને લઈ કંટાળી ગયા હતા. પરંતુ સારા સમાચાર એ છે કે, એ ખરાબ રોડ હવે ભૂતકાળ બની જશે. રૂા.17 લાખના ખર્ચે નવિન આર.સી.સી. રોડની કામગીરીનો આરંભ થઈ ચૂક્‍યો છે.
વાપી, ગુંજન, અંબામાતા, સી-ટાઈપ વિસ્‍તાર છોડયા પછી કોપરલી રોડની હાલત ચોમાસાએ બેહાલ કરી દીધી હતી. ખરેખર તો વાપી-કોપરલી રોડ હાર્ટલાઈન રોડ છે. હજારો લોકો વાપી અવર-જવર કરવા રોજીંદો ઉપયોગ કરે છે પરંતુ ચોમાસાએ રોડની હાલતખસ્‍તાહાલ બનાવી દીધી હતી. મસમોટા ખાડે-ખાડા ઠેર ઠેર પડી ગયા હતા તેથી વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. પરંતુ આ સમસ્‍યાનો અંત આવશે. પી.ડબલ્‍યુ.ડી. અને છીરી ગ્રામ પંચાયત અંતર્ગત રૂા.17 લાખના ખર્ચે નવિન આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. 7.5 મીટર પહોળો અને 1500 મીટર લંબાઈ ધરાવતો આર.સી.સી. રોડ લોકોને ટૂંક સમયમાં મળશે તેથી ખરાબ રોડ ભૂતકાળની ઘટના બની જશે.

Related posts

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વલસાડના તિથલ સ્‍વામિનારાયણ મંદિરે રજત જયંતિ નિમિત્તે 2525 વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

Leave a Comment