April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18
ગાંધીનગર એફ.આઈ.એ. ભવન ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના કારોબારી સભ્‍યોશ્રી અને હોદ્દેદારોશ્રીઓનું સ્‍નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી.ના ઉપાધ્‍યક્ષ અને વહીવટી સંચાલકશ્રી એમ. થન્નારશન પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
ફેડરેશનનાપ્રમુખ શ્રી કાન્‍તિભાઈ પટેલના અધ્‍યક્ષતા હેઠળ આયોજિત સ્‍નેહમિલન કાર્યક્રમમાં વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટ અને વર્તમાન સમયમાં જી.આઈ.ડી.સી.ની પોલીસની સરળતા વિશે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ફેડરેશન ઓફ એસોસિએશન દક્ષિણ ઝોન ગુજરાતના ઉપાધ્‍યક્ષ શ્રી નિર્મલભાઈ દૂધાની અને સરીગામ જી.આઈ.ડી.સી.ના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજજનભાઈ મુરારકા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2021-23 માટે રચાયેલી ફેડરેશન ઓફ એસોસિએશનના કારોબારી સભ્‍યો તેમજ એસોસિએશનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ફેડરેશનના માનદમંત્રી શ્રી ભાવેન્‍દ્ર તનેજા, કોષાધ્‍યક્ષ શ્રી ચિરાગભાઈ સાકરીયા, ગુજરાત પ્રદેશ લઘુઉદ્યોગ ભારતીના પ્રમુખશ્રી શ્‍યામ સુંદર સલુજાજી, શ્રી અનિલભાઈ પટેલ, શ્રી સુભાષભાઈ ગઢવી સહિત ચા ફેડરેશનના ચારે ઝોનના ઉપપ્રમુખ અને સહમંત્રીશ્રીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

Leave a Comment