September 18, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી પાલિકા ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ વોર્ડમાં બાઈક રેલી યોજી

પાર્ટીના 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તમામ જીતી જશે તેવો દાવો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી આગામી 28 નવેમ્‍બરના રોજ યોજાવાની હોવાથી પ્રચાર માટે ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્‍યારે રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોર-શોરથી પ્રચાર ઝુંબેશ ચાલું કરી દીધી છે.
વાપીપાલિકાની 44 બેઠકો માટે ભાજપે 44 કોંગ્રેસએ 43 અને આમ આદમી પાર્ટીમાંથી 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં ભાજપના એક ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે તમામ પક્ષના કાર્યકરો, નેતા અને ઉમેદવારો જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે એ મુજબ આજે રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જે જે વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે વોર્ડમાં રેલી ફરી હતી. પાર્ટીએ ચૂંટણીમાં તેના ચૂંટણી લડી રહેલા 25 ઉમેદવારો જીતી જશે તેવો દાવો કર્યો હતો.

Related posts

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

Leave a Comment