September 1, 2026
Vartman Pravah
દીવ

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23
દીવ બાલભવનમાં તાજેતરમાં બે દિવસ માટે ‘બાલગીત’ તેમજ ‘બાલવાર્તાની રચના માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યુ઼ હતું. આ વર્કશોપ માટે અમરેલી (ગુજરાત)થી કવિ શ્રી કેતન જોષી આવ્‍યા હતા. તેઓ શ્રી કવિ ઉપરાંત સાહિત્‍યકાર પણ છે. ઘણા દૈનિકો તેમજ ચિત્રલેખા જેવા મેગેઝીનમાં તેમના વારંવાર લેખ આવતા રહે છે.
શ્રી કેતન જોષીની કવિતા સંગ્રહપણ છપાયેલ છે. કવિ શ્રી કેતનભાઈ ખુબજ રસપુર્વક બાળકો સાથે હરીભરીને બાલગીત તેમજ બાલવાર્તા કઈ રીત બનાવવું તેમા વ્‍યસ્‍ત હતા. બે દિવસમાં 30 જેટલા બાળકોને બાલવાર્તા અને બાલગીતની રચના કરવા સુંદર અને સરળ સમજ આપી હતી અને આશરે દસેક બાળકોએ સુંદર બાલવાર્તા બનાવી હતી અને હવે બાળકો આ મુજબ બાલવાર્તા તેમજ કવિતા બનાવતા રહેશે.
તદુપરાંત ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત નેશનલ લેવલ રંગોલી સ્‍પર્ધાનું આયોજન પણ દીવ બાલભવનને સોંપવામાં આવ્‍યું છે. તેમા પ્રથમ ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ પછી યુ.ટી. લેવલ અને પછી નેશનલ લેવલે ભાગ લેવા માટેનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ડીસ્‍ટ્રીક્‍ટ લેવલની સ્‍પર્ધા ડીસેમ્‍બર-ર0ર1માં રાખવામાં આવી છે.

Related posts

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah

દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment