Vartman Pravah
Breaking Newsદમણ

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

  • ભારત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોની સરકારી ફિની રકમ સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્‍ય દિનેશભાઈ ધોડી દ્વારા ભરી કરેલું આવકારદાયક કામ

  • કચીગામના દરેક ઘરને નળનું કનેક્‍શન મળવાથી હવે પાણીની સમસ્‍યાનો આવનારો અંત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24
ભારત સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દમણજિલ્લાની કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડીએ પોતાની પંચાયત વિસ્‍તારનું એકપણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લીધી છે અને જરૂરિયાતમંદોને સરપંચ અને જિલ્લા પંચાયત સભ્‍યએ કનેક્‍શન માટે જરૂરી ફિસ પણ ભરી આવકારદાયક કાર્ય ર્ક્‍યુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચીગામ વિસ્‍તારમાં પીવાના પાણીની બહુ મોટી સમસ્‍યા હતી. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને ભારત સરકારની ‘નલ સે જલ’યોજના ખુબજ ઝડપથી કાર્યાન્‍વિત કરતા કચીગામ વિસ્‍તારના જરૂરિયાતમંદ લોકોને નળના કનેક્‍શન માટે થનારો ખર્ચ શ્રી ભરતભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ ધોડીએ ઉઠાવી લેતા બહુ મોટી રાહત થઈ છે. અને પાણીની મોટી સમસ્‍યાનું સમાધાન સંભવ બન્‍યું છે જેના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment