Vartman Pravah
Breaking Newsવાપી

પાલિકાની ચૂંટણી કલંકીત બનવા ભણી: વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી બે ફરાર થઈ ગયા

  • વોર્ડ નં.7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ યાદવ મોડી રાત્રે પ્રચાર કરી હાઈવે ચાર રસ્‍તા રોકાયેલા ત્‍યારે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂટંણી અંગેનો પ્રચાર દરેક રાજકીય પક્ષો દ્વારા ચરમસીમા ઉપર ચાલી રહ્યો છે.સમગ્ર વાપી ચૂંટણીના માહોલમાં રંગાઈ ચૂક્‍યુ છે. તે અંતર્ગત આમ આદમી પાર્ટીના વોર્ડ નં.7ના ઉમેદવાર મંગળવારે મોડી રાત્રે પ્રચાર કામગીરી આટોપી સાથી કાર્યકરો સાથે હાઈવે ચાર રસ્‍તા ઉપર ચા-પાણી કરવા ગયા હતા તે દરમિયાન બે અજાણ્‍યા ઈસમોએ તેમની કાર ઉપર હૂમલો-તોડફોડ કરી ભાગી છૂટયા હતા. ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
વાપીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગ નગરપાલિકા ચૂંટણીમાં ભારે કશ્‍મકશ વચ્‍ચે હાલમાં ખેલાઈ રહ્યો છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર ડોર ટુ ડોર કરી રહ્યા છે ત્‍યારે વોર્ડ નં.7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ મહેશભાઈ યાદવ મંગળવારે રાત્રે ચૂંટણી પ્રચાર બાદ ચાર રસ્‍તા હાઈવે, મામુ ટી સ્‍ટોલ ઉપર સાથી કાર્યકરો સાથે ચા-પાણી કરવા ગયા હતા ત્‍યારે પાર્ક કરેલ તેમની કાર ઉપર બે અજાણ્‍યા શખ્‍શો કાચની તોડ-ફોડ કરી ભાગી છૂટયા હતા. ઘટનાને લઈ આમ આદમી પાર્ટીમાં ઘેરા પ્રત્‍યાઘાત પણ પડયા હતા. કોણ ઈસમો હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષ ઉપર આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.19 નવેમ્‍બરના રોજ પણ આમ આદમી પાર્ટીના પ્રચાર દરમિયાન વાપીની એક ગલીમાં છમકલું થયુંહતું. તેથી લાગી રહ્યું છે કે, વાપી પાલિકાની ચૂંટણી કલંકિત થઈ રહી છે.

Related posts

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્‍ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

Leave a Comment