October 17, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

પાલિકા ચૂંટણી પ્રચારમાં પ્રથમ જાહેર સભા દિલ્‍હીના ધારાસભ્‍ય નરેન્‍દ્ર યાદવ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
વાપી નગરપાલિકાના ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ ઝુકાવ્‍યું છે ત્‍યારે પ્રચારનો દોર પણ દબદબાપૂર્વક આપ દ્વારા ચલાવાઈ રહ્યો છે. ગત રાત્રે વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભા યોજાઈ હતી.
આમ આદમી પાર્ટીના પ્રચાર માટે સુરતના આપના કોર્પોરેટર, પ્રદેશ નેતા અને જિલ્લા અગ્રણીઓ જોતરાઈ ચૂક્‍યા છે. પ્રચાર માટે ખાસ દિલ્‍હીના ધારાસભ્‍ય શ્રી નરેન્‍દ્ર યાદવ વાપી આવી પહોંચ્‍યા હતા અને વોર્ડ નં.7માં યોજાયેલ જાહેરસભાને તેઓએ સંબોધી હતી.
પાલિકા ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર, બાઈક રેલી, રીક્ષા પ્રચારનો દોર સતત ચાલુ છે. પણ જાહેરસભાનું પ્રથમવાર આયોજન આમ આદમી પાર્ટી દ્વારાકરાયેલું જોવા મળ્‍યું હતું. વોર્ડ નં.7ના આપના ઉમેદવાર શ્રી અરવિંદ યાદવ માટે જીતાડવાની નેતાઓએ અપીલ કરી હતી.

Related posts

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

ખોટી નંબર પ્‍લેટ લગાવી દારૂની હેરાફેરી કરનારાને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડયા વાહનની કિંમત 10 લાખ, દારૂનો જથ્‍થો 1.61 લાખ મળી કુલ રૂા.11.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment