Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
પશ્ચિમ રેલવે દ્વારા ફ્રેટ કૉરીડોર બની રહ્યો છે જેના સંદર્ભમાં દરેક ફાટકની જગ્‍યાએ ઓવરબ્રિજના ખર્ચા થઈ રહ્યા છે. જે સંદર્ભમાં મુંબઈથી 204 કિલોમીટરના અંતરે કુંડી ફાટકે ઓવરબ્રિજ પૂર્ણતાને આરે છે જ્‍યારે ત્રણ કિલોમીટર ઉત્તરે ઓછા વપરાશી માર્ગે 201 કિ.મી. પર લીલાપોર સરોણ ઑવર બ્રિજના પીલર પણ ઉભા થઈ રહ્યા છે, જેનાથી ખેરગામ તાલુકાના 22 ગામો અને વલસાડ તાલુકાના પૂર્વના 15 ગામનુ ઔરંગા નદીની આસપાસ રેલ ઓવરબ્રિજનુ સ્‍વપ્ન રોળાયું હોય પ્રજાજનોમાં અસંતોષ ફેલાયો છે.
રેલવે ઓવરબ્રિજ બનાવવામાં તેની જરૂરિયાત અગત્‍યતાને ધ્‍યાને લીધા વિના ‘‘રસ્‍તો છે તો ઓવરબ્રિજ બનાવો” એ નીતિ અપનાવીને ઓવરબ્રિજ બનાવી રહી છે. કુંડી રેલફાટક બંધ કરી દેવાથી ગુંદલાવ થઈને વલસાડ શહેરમાંઅત્‍યંત ટૂંકા રસ્‍તે ઝડપી આવન-જાવન થઈ શકે છે, છતાં કુંડી ફાટક-101 એ ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. હવે તેની ઉત્તરે ત્રણ કિલોમીટર લીલાપુર અને સરોધી હાઈવે-48 ને જોડતા ઓછી વસ્‍તીવાળા 3 કિ.મી.ના સામાન્‍ય રસ્‍તા પર 99 નંબરની રેલવે ફાટકની ઉત્તરે રેલવે ઓવરબ્રિજ બનાવી રહી છે જેમાં બંને બાજુ અનેક ગરીબ વસ્‍તી ઝુંપડાવાળાનો ભોગ લેવામાં આવશે. આ ઓવરબ્રિજ 300/400 મીટર દક્ષિણે ખસેડી લઈને તેના માટે લીલાપોર-વેજલપોરના હયાત રસ્‍તાને એપ્રોચમાં લીધો હોત તો આ ભોગ બનનારી વસ્‍તીને બચાવી શકાય હોત, અને ગુંદલાવ ચોકડીથી વેજલપોર-લીલાપોર રસ્‍તો જોડાતા વલસાડ શહેર સાથે ગુંદલાવ ચોકડીથી સરળતાથી જોડી શકાતે. આવું કરવાથી પૂર્વના પચાસેક ગામોને દર ચોમાસામાં જે છીપવાડમાં પરેશાની થાય છે, અવરજવર અવરોધાય છે તેનાથી હંમેશાં મુક્‍તિ મળી જતે. પરંતુ વલસાડના સાંસદ, ધારાસભ્‍ય, રાજનેતાઓ અધિકારીઓને બિનજરૂરી ખર્ચાથી પ્રજાના નાણા બચત કરવાની અને ઓછા ખર્ચે સુવિધા પ્રાપ્ત થાય તેવું સૂઝતુ જ નથી. હવે ગુંદલાવ ચોકડી ખેરગામ ગામના લોકો માટે દોઢેક કિલોમીટરના અંતરમાં જ ત્રીજો રેલવે ઓવરબ્રિજ બનાવવો પડશે જે સંભવતઃ વલસાડ-પારડી-સાંઢપોર વચ્‍ચે થશે અને તેના લીધે ઔરંગા નદીનો સ્‍મશાન ભૂમિનો પુલ પણ નવોબનાવવો પડશે. 99 નંબરની ફાટક નાના બે-3 ગામો પૂરતી જ છે, જેના માટે 333 નંબરનું અંડરપાસ ઉપયોગી બની શકે છે, પૂર્વમાં નેશનલ હાઈવે તો છે જ. છતાં ઓવરબ્રિજ બનાવીને રેલવે આંધણ કરી રહી છે જેનુ દક્ષિણે સ્‍થળાંતર કર્યું હોત તો બીજા ઓવરબ્રિજનો ખર્ચો બચાવી શકાતે, પણ પ્રજાનું- સરકારનું ભલુ વિચારનારા કેટલા? 99 ફાટકવાળા ઔર ભી તો અને ગરીબોનો ભોગ લેવાવાનો છે, જેની વ્‍યથા સાંભળનારું કોઈ નથી.

Related posts

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

કાકડમટી પ્રા.શાળાના શિક્ષક દિગ્‍વિજયસિંહ ઠાકોરના પ્રયત્‍નથી ઉર્વશી ફાઉન્‍ડેશન દ્વારા બાળકોને સ્‍કૂલ કિટનું વિતરણ કરાયું

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

30 એપ્રિલના રવિવારે મોટી દમણ કોર્ટના પ્રાંગણમાં યોજાશે રાષ્‍ટ્રીય લોક અદાલત: પ્રિ-લિટીગેશન કેસો જેવા કે બેંક રિક્‍વરી કેસ, દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ પેન્‍ડિંગ ડયુઝ, પી.ડબ્‍લ્‍યુ.ડી. વોટર ચાર્જીસ ડયુઝ તથા મેટ્રો મોનિયલ ડિસપુટ જેવા કેસોના સમાધાનની મળનારી તક

vartmanpravah

Leave a Comment