September 10, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

દીવ, તા.28:
સંઘપ્રદેશના પ્રશાસનશ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં, ખેલસચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન અને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં યુવા કાર્યકર અને ખેલ વિભાગ દીવ દ્વારા તારીખ 29 મી નવેમ્‍બર 2021 ને સોમવારના દિવસે સવારે 9:00 વાગ્‍યે સ્‍પોર્ટસ કોમ્‍પલેકસ દીવમાં સ્‍વીમીંગ ચેમ્‍પીયનશીપ અને સાંજે ચાર વાગ્‍યે મલાલા ઓડિટોરિયમમાં ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવ્‍યું છે.
તરણ સ્‍પર્ધામાં કુલ 50 સ્‍પર્ધકો અને ફીટનીશ લીગ ચેમ્‍પિયનશીપમાં 20 વ્‍યકિતઓએ પોતાનું નામાંકન કર્યુ છે. આ સ્‍પર્ધાઓના સફળ આયોજન અને વ્‍યવસ્‍થિત સંચાલન માટે ખેલ અધિકારી શ્રી મનિષ સ્‍માર્ત તથા વિવિધ શાળાઓના શારિરીક શિક્ષકો અને ખેલ વિભાગના ટ્રેનર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

Leave a Comment