Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને કોવિડ-19ના અનુસંધાને રૂા. 50,000/- (રૂપિયા પચાસ હજાર માત્ર) સહાય આપવા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોવિડ-19ના કારણે મૃત્‍યુ પામેલા વ્‍યકિતના નજીકના સગા-સંબંધી/પરિવારજનોને કોવિડ-19ના કારણે થયેલ મૃત્‍યુ સંબંધિત પ્રમાણપત્રો અને અન્‍ય સ્‍પષ્‍ટદસ્‍તાવેજો સાથે દાદરા નગર હવેલી અને દમણમાં કોવિડ-19 અને દીવ પ્રશાસન (http://dddcovid19.in/ http://ddd.gov.in) દ્વારા જારી કરાયેલ અરજી ફોર્મમાં અધ્‍યક્ષ, જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ/જિલ્લા કલેક્‍ટરને સંબોધન કરતા સંબંધિત જિલ્લા કલેક્‍ટર કચેરીમાં જેમાં દાનહમાં જેમકે કલેક્‍ટર, દાદરા નગર હવેલી, જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ,કલેક્‍ટર કચેરી, સેલવાસ- 396230. , દમણમાં કલેક્‍ટર કચેરી, દમણ;જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ,કલેક્‍ટર કચેરી, ઢોલર, મોતી દમણ – 396 220, અને દીવમાં કલેક્‍ટર કચેરી, દીવ; જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ, કલેક્‍ટર કચેરી, દીવ – 362 520માં સંબંધિત જિલ્લા કલેક્‍ટર દસ્‍તાવેજો સહિતની તમામ અરજીઓની ચકાસણી કરશે, તપાસશે, આગળની પ્રક્રિયા કરશે અને સબમિટ કર્યાના 30 દિવસની અંદર મૃતકને મળનારી રકમ જારી કરશે.
એવા કિસ્‍સાઓમાં કે જ્‍યાં મળત્‍યુના કારણનું તબીબી પ્રમાણપત્ર (એમસીસીડી) ઉપલબ્‍ધ ન હોય અથવા મળતકના નજીકના સંબંધી મળત્‍યુના કારણને લગતા તબીબી પ્રમાણપત્ર (ફોર્મ 4/4એ) માં આપેલા મળત્‍યુના કારણથી સંતુષ્ટ નહી હોય તો તેવા અરજદારને જિલ્લામાં ફરિયાદ સમિતિને મોકલવામાં આવશે.
આ સમિતિ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય (MoHFW), ઈન્‍ડિયન કાઉન્‍સિલઓફ મેડિકલ રિસર્ચ (ICMR), નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (NMDA) અથવા ભારત સરકાર (GOI)/સંઘપ્રદેશ પ્રશાસનની માર્ગદર્શિકા અનુસાર મળત્‍યુના પ્રમાણપત્ર સંબંધિત ફરિયાદો પર વિચાર કરશે અને 10 દિવસમાં મળેલી અરજીઓ પર તેનો નિર્ણય લેશે.

Related posts

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment