Vartman Pravah
વાપી

આજે વાપી ગ્રીન એન્‍વાયરો લી.ની એ.જી.એમ. યોજાશે : લઘુ ઉદ્યોગ ભારતીએ ઉદ્યોગોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી

નવા ડાયરેક્‍ટર, એક્‍સ્‍પાન્‍સન, સીઈટીપીના સારા પરિણામ હોવાથી સીઓડીની 7000ની લીમીટ કરવા માંગણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વાપી ગ્રીન એન્‍વાયરો લી.ની આવતીકાલ મંગળવારે તા. 30 સપ્‍ટેમ્‍બરના રોજ વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે. ત્‍યારે વલસાડ જિલ્લા લઘુમતી દ્વારા નાના ઉદ્યોગકારોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
લઘુ ઉદ્યોગ ભારતીએ કરેલ લેખિત રજૂઆત મુજબ ચાલુ વર્ષ ડાયરેક્‍ટર તરીકે સી.ઈ.ટી.પી.ના મેમ્‍બર ઉદ્યોગપતિઓ લાંબા સમયથી એકસ્‍પાન્‍સનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જી.પી.સી.બી. તરફથી પરમિશન નથી મળી રહી, તેથી પરમિશન મળે તેવી જરૂરિયાત છે.
ઘણા ઉદ્યોગો નવા યુનિટ કાર્યરત કરવા માંગે પણ પરમિશન નહી મળતા વિકાસ અટકી ગયો છે. સી.ઈ.ટી.પીના પરિણામો સારા આવી રહ્યા છે. ત્‍યારે લઘુ ઉદ્યોગોને 7000 સી.ઓ.ડી.ની લીમીટ કરી આપવી જોઈએ કોરોના કાળમાં લઘુ ઉદ્યોગોનું મોટું આથિર્ક નુકશાન વેઠેલું છે. તેથી અગામી ત્રણ વર્ષ સુધી સી.ઈ.ટી.પી.ના ચાર્જમાં કોઈ વધારો નહી કરવા જેવી માંગણીરજૂઆત ઉદ્યોગભારતીએ વાપી ગ્રીન એન્‍વાયરોમેન્‍ટ લી.ના ચેરમેનને લેખિત રજૂઆત કરી છે.

Related posts

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને એક ઔર વધુ મળેલું દેહ દાન

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

vartmanpravah

વાપીની સીએ ઈન્‍સ્‍ટીટયૂટના નવા હોદ્દેદારોએ ચાર્જ લીધો

vartmanpravah

Leave a Comment