September 1, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
સેલવાસ નગરપાલિકા દ્વારાયાત્રી નિવાસથી પીપરીયા રીંગરોડ પર ગેરકાયદેસર રીતે લારી અને દુકાનો ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા શહેરના અંદાજીત 1285 પથ વિક્રેતાઓને ડીજીટલ ઓળખપત્ર આપવામા આવેલ છે જે પથવિક્રેતાઓ પાસે અન્‍ય પણ આવકના સ્‍તોત્ર છે તેવા 130 લોકોને નોટિસ આપવામા આવેલ છે.એની સાથે પાલિકા વિસ્‍તારમા ગેરકાયદેસર ધંધો કરનાર લોકાનું પ્રમાણ વધી રહ્યુ છે જેઓ સામે કાર્યવાહી કરવા માટે પાલિકાની ટીમ દ્વારા યાત્રીનિવાસથી લઈ પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધીમાં 16 ગેરકાયદેસર લારી અને દુકાનો સામે કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા વિસ્‍તારમાં પથવિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર મેળવી લેવુ અનિવાર્ય છે જેઓ સામે ઓળખપત્ર નહી હશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. પાલિકા દ્વારા દરેકને નિવેદન કરવામા આવ્‍યું છે કે, કોઈપણ પથ વિક્રેતા જીવિકા સરંક્ષણ અને પથવિક્રયના વિનિયમન અધિનિયમ 2014નો ઉલ્લંઘન કરતા ધ્‍યાનમાં આવે તો ઓનલાઈન અથવા તો હેલ્‍પલાઇન નંબર 83472611 પર ફરિયાદ કરી શકાશે.

Related posts

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

રૂ. ૬૧ કરોડના ખર્ચે તૈયાર બગવાડા રેલવે ઓવરબ્રિજનું રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

Leave a Comment