July 21, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01
ભારત સરકારના આદેશ મુજબ પરમ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની 152મી જન્‍મ જયંતિ અને આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) સબકી યોજના સબકા વિકાસ-2022-23ના પ્‍લાનને મંજૂર કરવા માટે અગામી શુક્રવાર તા.03જી ડિસેમ્‍બર-ર021ના રોજ આદિવાસી ભવન, ધોબીતળાવ ખાતે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ગ્રામ સભામાં ફિઝીકલ પ્રોગ્રેસ-2021-રરની ચર્ચા-વિચારણા, ફંડ યુટીલાઈઝેશન અંગે મસલત, ચાલુ વર્ષની યોજનાના અમલીકરણની ચર્ચા-વિચારણા, ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) અંતર્ગત 29 સબ્‍જેક્‍ટ/સ્‍કીમ હેઠળ કરવામાં આવનાર વિકાસ કામોની ચર્ચા-વિચારણા કરીને મંજુર કરવા, ઈ-શ્રમ કાર્ડનું વિતરણ તથા પ્રમુખ સ્‍થાનેથી મંજુર કરવામાં આવનાર અન્‍ય કામો ગ્રામ સભામાં અનુમોદન માટે રજૂ કરાશે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચના અધ્‍યક્ષ સ્‍થાને મળનારી ગ્રામ સભા આદિવાસી ભવન ધોબીતળાવ, કલેક્‍ટર ઓફિસની પાછળ, મોટી દમણ ખાતે સવારે 11.00 વાગ્‍યે યોજવામાં આવનાર હોવાની જાણકારી દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે અને આ ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ અપીલ પણ કરીછે.

Related posts

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

Leave a Comment