Vartman Pravah
Breaking Newsદમણ

સબકી યોજના સબકા વિકાસ યોજના અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હકારાત્‍મક્‍તાનો જયઘોષ

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી સંઘપ્રદેશનો થઈ રહેલો ઓલરાઉન્‍ડ વિકાસ : જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલ

  • દમણ જિલ્લાની અત્‍યાર સુધીની વિવિધ ગ્રામ પંચાયતોની તમામ ગ્રામ સભાઓમાં દમણવાડા ગ્રામ પંચાયતે પાડેલી પોતાની નવતર ભાત

  • ગ્રામ સભામાં ઈ-શ્રમ કાર્ડનું પણ કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 03
આજે મોટી દમણના કલેક્‍ટરાલયની પાછળ આવેલ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામ સભા સરપંચ શ્રી મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી. જેમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પંચાયતમાં હકારાત્‍મક વાતાવરણ બની રહે તે માટે પણ વિચાર-વિમર્શ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઈ-શ્રમ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારની બાલીકાઓ દ્વારા સ્‍વાગત નૃત્‍ય પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ બહેનો દ્વારા સુંદર ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્‌ઘોષક તરીકે ઉપસ્‍થિત રહેલા શ્રી પ્રિતેશ ભરૂચાએ જણાવ્‍યું હતુંકે દમણ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની અત્‍યાર સુધી યોજાયેલી ગ્રામ સભામાં દમણવાડા ગ્રામ પંચાયતે નવી પહેલ કરી છે. સ્‍વાગત નૃત્‍ય અને ગરબાથી ગ્રામ સભાની શરૂઆત કરી દમણવાડા ગ્રામ પંચાયતે પોતાની હકારાત્‍મક્‍તાનું પ્રતિબિંબ પાડયું છે.
સ્‍વાગત નૃત્‍ય અને ગરબાની રમઝટ બાદ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને વિવિધ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી ગ્રામ સભાની શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ગ્રામ સભાની મુક્‍ત મને સરાહના કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ આ વર્ષની 13મી ગ્રામ પંચાયતની ગ્રામ સભા છે પરંતુ અત્‍યાર સુધીની તમામ ગ્રામ સભાઓમાં દમણવાડા ગ્રામ પંચાયતે પોતાની એક અલગ ભાત પાડી છે અને ગ્રામવાસીઓની હાજરી પણ નોંધપાત્ર રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા ખાસ કરીને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર કેન્‍દ્રિત કરેલી પોતાની નજરના કારણે આજે દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. તેમણે મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોર સુધી બનેલા રામસેતુ બીચ રોડથીમાંડી શિક્ષણના ક્ષેત્રે પણ થયેલા વિકાસની જાણકારી આપી હતી. તેમણે સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના માધ્‍યમથી દમણવાડા ગ્રામ પંચાયતથી શરૂ થયેલ આત્‍મનિર્ભર ભારત અભિયાનની પણ પ્રશંસા કરી હતી અને જિલ્લા પંચાયત દ્વારા દમણવાડા ગ્રામ પંચાયતને પોતાનો તમામ સાથ અને સહકાર આપવા તૈયારી દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય અને જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે દમણવાડા પંચાયત વિસ્‍તારમાં લીધેલા કામોની માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, મોટી દમણ સ્‍મશાન ભૂમિ ખાતે રૂા.59 લાખના ખર્ચથી ઉદ્યાન અને સુશોભનનું કામ જિલ્લા પંચાયત અને પી.ડબલ્‍યુ.ડી. દ્વારા શરૂ થનારૂ છે.
દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પંચાયત વિસ્‍તારના વિવિધ પ્રસ્‍તાવિત કામોની પણ જાણકારી આપી હતી અને સમાપન વિધિ પણ તેમણે આટોપી હતી.
પ્રદેશ ભાજપ મહામંત્રી અને દમણવાડા વિભાગના પૂર્વ જિ.પં.સભ્‍ય શ્રી વાસુભાઈ પટેલે એક જાગૃત નાગરિક તરીકે પંચાયત અને ઉપસ્‍થિત અધિકારીઓ પાસે વિવિધ જાણકારીઓ માંગી હતી. તેમણે ગ્રામ પંચાયતને ફંડ શા માટે નથી આપવામાં આવી રહ્યું તેની પણ સંબંધિતોને પુછપરછ કરી હતી. તેમણે વિકાસના કામોમાં પંચાયતને પણ સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યોહતો અને ભંડોળની બાબતમાં ઉચ્‍ચ સ્‍તરે રજૂઆત કરવા સલાહ આપી હતી.
આ ગ્રામ સભામાં ભામટી, પલહિત જેવા વિસ્‍તારોમાં હર હંમેશ થતાં પાણીના ભરાવાની સમસ્‍યા તાત્‍કાલિક દુર કરવા પણ રજૂઆત કરાઈ હતી.
પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ પંચાયતની આવક-જાવકનો હિસાબ રજૂ કર્યો હતો અને મર્યાદિત ભંડોળ અને સિમિત સંસાધનો વચ્‍ચે પણ દમણવાડા ગ્રામ પંચાયતની સક્રિયતા પાછળ સરપંચ શ્રી મુકેશ ગોસાવીની દુરંદેશી હોવાનું જણાવ્‍યું હતું.
ગ્રામ સભામાં દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલનભાઈ રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, શ્રીમતી સુમિત્રાબેન પંકજભાઈ હળપતિ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ ઉપ સરપંચ શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ, શ્રી હરેશભાઈ(પપ્‍પુભાઈ બારી), શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી વિજયભાઈ દમણિયા, શ્રી સંદિપભાઈ પટેલ, શ્રી રવુભાઈ બારી સહિત ખુબ મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ ગ્રામ સભામાં જિલ્લા પંચાયતના એક્‍ઝિકયુટીવ એન્‍જિનિયર શ્રી તંબોલી, જાહેર બાંધકામ વિભાગ તરફથી આસિ.એન્‍જિનીયર શ્રી દેસાઈ, વિદ્યુત વિભાગના જે.ઈ.શ્રી ભર્તેશ સોલંકી, મત્‍સ્‍યપાલન, કૃષિ, એનઆરએલમ, સમાજ કલ્‍યાણ, કોટક અને મહિન્‍દ્રા બેંકના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment