Vartman Pravah
Breaking Newsચીખલી

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા બાદ ચિત્ર સ્‍પષ્ટ થતાં 63 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 196 અને વોર્ડ સભ્‍યો માટે 1039 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉભા રહ્યા છેઃ સમગ્ર તાલુકામાં 161 જેટલા વોર્ડ સભ્‍યો બિનહરીફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 08: આગામી 19મી ડિસેમ્‍બર, 2021ના રોજ યોજાનારી ચીખલી તાલુકાની 63 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે કુલ 260 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તે પૈકી 64 જેટલાએ ઉમેદવારી પરત ખેંચતા સરપંચો માટે 196 અને વોર્ડ સભ્‍યો માટે 1251 પૈકી 212 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચતા 1039 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. જ્‍યારે સમગ્ર તાલુકામાં 161 જેટલા વોર્ડના ઉમેદવારો બિનહરીફ થવા પામ્‍યા છે.
ચીખલી તાલુકામાં ગોડથલ અને ખરોલીમાં સરપંચ માટે સૌથી વધુ 7-7 જ્‍યારે ખુડવેલ અને માંડવખડકમાં 6-6 ઉમેદવારો ઉભા છે. જ્‍યારે ચરીમાં 4 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તાલુકામાં અનેક ગામોમાં ભાજપ-કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો મેદાનમાં છે અને ખાસ કરીને ભાજપ તરફી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. જ્‍યારે વંકાલ ગામે કાંટાની ટક્કરજામવાનું નક્કી છે.
તાલુકાની મલવાડા ગ્રામ પંચાયતમાં સમરસ માટેના પ્રયત્‍નો નિષ્‍ફળ રહ્યા હતા. સરપંચ પદે ટ્‍વિન્‍કલકુમારી શ્રીકુમાર પટેલ અને આઠ વોર્ડ પૈકી સાત વોર્ડના સભ્‍યો બિનહરીફ થયા હતા. પરંતુ એક વોર્ડ માટે પંચ ફસાતા વર્તમાન ઉપ સરપંચ શ્રી પર્વત પટેલે સભ્‍યપદ માટે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની અને ચિન્‍હ ફાળવવાની કામગીરી ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી.

Related posts

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

દમણ શહેરના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની ચૂંટણીસભામાં કરાયો જીતનો જય જયકાર

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

Leave a Comment