Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

કપરાડા તાલુકાના સૌથી વધુ 7, ધરમપુરમાં 6, વલસાડમાં પ, પારડીમાં 4 અને વાપી તાલુકામાં એક માત્ર પંચાયત સમરસ બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08
વલસાડ જિલ્લાની કુલ 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી અગામી 19 ડિસેમ્‍બરના રોજ યોજનાર છે. તે પહેલા ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવાની અંતિમ પ્રક્રિયા મંગળવારે રાત્રે પૂર્ણ થઈ હતી. જેથી ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થઈ ગયું હતું.
જિલ્લામાં 326 પંચાયતો પૈકી 24 ગ્રામ પંચાયતો સમરસ બની હતી. 06 તાલુકાઓની પંચાયતોમાં સરપંચ પદ માટે કુલ 1299 અને સભ્‍યપદ માટે કુલ 6383 અધધ ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે. આજે બુધવારથી ચૂંટણી પ્રચારનો ગામે-ગામ આરંભ થઈ જશે.
ગુજરાતમાં 10 હજાર ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે તે પૈકી વલસાડ જિલ્લામાં 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 19 ડિસેમ્‍બરના રોજ યોજાનાર છે. ચૂંટણી ઉમેદવારી નોંધાવાથી લઈ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તાલુકાની 7 મંગળવારે રાત્રે ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થઈ ગયું હતું. જેમાં જિલ્લામાં 326 પંચાયતો પૈકી 24 ગ્રામ પંચાયતો બિનહરીફ સમરસ જાહેર થઈ હતી.
સમરસબનનાર પંચાયતોમાં સૌથી વધુ કપરાડા તાલુકાની 7, ધરમપુર તાલુકાની 6, વલસાડ તાલુકાની 5, પારડી તાલુકાની 4 અને વાપી તાલુકાની 1 માત્ર પંચાયતો સમરસ બની હતી. તેથી આજથી વલસાડ જિલ્લામાં ગ્રામ્‍ય ચૂંટણીઓનો પ્રચાર જોર-શોરથી આરંભાઈ ચૂક્‍યો છે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

Leave a Comment