-
પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામીએ ટીમના તમામ 10 ખેલાડીઓનો વધારેલો ઉત્સાહ
-
ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ મહિલા ક્રિકેટ ટીમ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા : હું નાનપણથી સ્કાઉટ ગાઈડ પણ છું – ચાર્મી પારેખ
-
પ્રદેશની રણજીત ટ્રોફી ખેલાડી 20 વર્ષિય હીના નિકમ આકર્ષણનું કેન્દ્ર બની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
દાનહ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી અને દાનહ સ્કાઉટ અને ગાઈડ ફીલાશીપના સહયોગ દ્વારા સેલવાસ સ્ટેડીયમ ખાતે વુમન્સ ઓફ સિરીઝનું આયોજન કરવામા આવ્યું છે. આ ટૂર્ર્નામેન્ટમાં દસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. દાનહ કલેકટર ડો.રાકેશ મિન્હાસ, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી, આરડીસી ચાર્મી પારેખના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ 9 અને 10 ડિસેમ્બરના રોજ બપોરે એક વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે.
દાનહની ધરતી પર પ્રથમ વખત સંયુક્ત આયોજકો દાનહ સ્કાઉટ ગાઈડ ફેલોશીપના શ્રી નૈમિષ પટેલ અને રોટરી ક્લબ દાદરા નગર હવેલીના પ્રમુખ શ્રી તોહલ દેસાઈના પ્રયાસથી, 10 મહિલા ક્રિકેટ ટીમેઆજે સવારે 11 કલાકે સાથે દાનહ કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ, સંરક્ષક દાનહ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેમની સાથે દાનહના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી, ઉપ સરંક્ષક દાનહ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ, સેલવાસ ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખનો સહકાર જોવા મળ્યો હતો. જેમાં ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, બાળપણમાં હું પણ સ્કાઉટમાં રહી છું. જેમાં 10 મહિલા ક્રિકેટ ટીમમાં મહિલા પોલીસ-11, પેરામેડિકલ-11, નર્સિંગ કોલેજ, બીએસજી-11, એસએસઆર-11, એપીજે-11, દેવકીબા-11, ક્વીન-11, દમણ કેપિટલ-11 , ફાધર એગ્નેલો-11એ મુખ્યત્વે આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં તમામ મહેમાનોનું સ્કાર્ફ પહેરાવીને શ્રી નૈમિષ પટેલ અને શ્રી રાહુલ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોટરી કલબ દાદરા નગર હવેલીના પ્રમુખ શ્રી સ્નેહલ દેસાઈ અને જિલ્લા મીડિયા પ્રભારી અંજના દેસાઈએ સમગ્ર ટીમ તરફથી પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
ઉપસ્થિત તમામ અતિથિઓએ નારિયેળ ફોડી આ ઐતિહાસિક સ્પર્ધાનો શુભારંભ કર્યો હતો. જેમાં દાનહ કલેક્ટર ડો. રાકેશ મિન્હાસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં અપેક્ષા કરતા વધુ મહિલાઓ-યુવતીઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાભજવી છે.
રોટરી કલબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સહયોગી ટીમમાં હેક્વા એપ્લાયંસેસ દ્વારા સૌના પ્રોત્સાહન માટે 32 ઈંચનું એલઈડી સ્માર્ટ ટીવી વુમન ઓફ ધ સીરીઝને ભેટ સ્વરુપે આપવામાં આવશે. આ સાથે બેકર્સ અને મોર દ્વારા તમામ સ્પર્ધકોને કેક ભેટમાં આપવામાં આવશે. બિભૂતી ટ્રાવેલ્સ દ્વારા તમામ ટ્રોફીઓ આપવામાં આવશે અને મેડલ પણ યાસ્મીન બાબુલ દ્વારા તમામ સ્પર્ધકોને યાદગાર સ્વરૂપમાં અર્પણ કરવામાં આવશે. આ સ્પર્ધા 9મી ડિસેમ્બર અને 10મી ડિસેમ્બરના રોજ બપોરે 2 થી 8 દરમિયાન રમાશે, જેની ફાઈનલ 10મી ડિસેમ્બરથી રાત્રે 8:00 કલાકે મેચ રમાશે. આ મેચનું લાઈવ સ્કોરિંગ મહિપાલ દ્વારા કરવામાં આવશે.
આજે સવારે 11 કલાકે સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે દાનહ જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાન્સ અને પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી સમક્ષ સેલવાસ મહિલા પોલીસ-11 અને ફાધર એગ્નેલો-11 વચ્ચે પ્રથમ ટ્રાયલ મેચ રમાઈ હતી, જેમાં ફાધર એગ્નેલો-11 વિજેતા બની હતી. મેચ દરમિયાન પ્રદેશની રણજીત ટ્રોફીની 20 વર્ષીય મહિલા ખેલાડી હીના નિકમ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેનું ડો.રાકેશ મિન્હાસે દ્વારા પ્રશંસા કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.