Vartman Pravah
Breaking Newsચીખલી

ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.09
ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના મલિયાધરા પ્રાથમિક શાળામાં ગતરોજ ધોરણ આઠનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્‍યા બાદ વધુ 19-જેટલા વિદ્યાર્થીઓના સેમ્‍પલ લેવાતા તે પૈકી વધુ એક વિદ્યાર્થી આજે પોઝિટીવ આવ્‍યો હતો. જ્‍યારે ઘેજ ગામના ઝાડી ફળીયાના પરિવારનો ખેરગામની કુમાએ શાળામાં ધોરણ-4 નો વિદ્યાર્થી પણ આજરોજ પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવી ગયું હતું.
ઘેજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનો તલાવચોરા ગામનો 31-વર્ષીય કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં સપડાયો હતો. આ ઉપરાંત સોલધરા ગામે રહેતી 79-વર્ષીય મહિલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઇ હતી.
પોઝિટિવ પૈકી મોટેભાગના દર્દીઓને શરદી, ખાંસીની તકલીફ જણાઈ હતી.વધુમા ગતરોજ વંકાલ હાઈસ્‍કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા 47-જેટલા સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. જે તમામ સેમ્‍પલ નેગેટિવ આવતા આરોગ્‍ય વિભાગે રાહત અનુભવી હતી.

Related posts

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ની રંગેચંગે ઉજવણી થઈ

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment