June 10, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગ ઓકજીલરી પ્રોડક્‍શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ મેન્‍યુફેક્‍ચરીંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા જબલપુરના સહયોગ દ્વારા દિવ્‍યાંગો અને સીનીયર સીટીઝન માટે 7 ડિસેમ્‍બરથી 16 ડિસેમ્‍બર સુધી અલગ અલગ ગામોમાં મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવી રહ્યુ છે.
આંબોલી ગામે બે દિવસીય શિબિરમાસિનિયર સીટીઝનો અને દિવ્‍યાંગ માટેના મેડિકલ કેમ્‍પમા 47 લાભાર્થીઓને અલગ-અલગ કીટનું વિતરણ કરવામા આવ્‍યું હતું. ત્‍યારબાદ રાંધા ગામે ગર્લ્‍સ હોસ્‍ટેલ ખાતે કેમ્‍પમાં શિક્ષણ વિભાગ અને સોશિયલ વેલફેર અને વુમન અને ચાઈલ્‍ડ ડેવલોપમેન્‍ટ સેક્રેટરી પુજા જૈન, એસડબ્‍લ્‍યુ/ડબ્‍લ્‍યુસીડી ડેપ્‍યુટી સેક્રેટરી શ્રી જતીન ગોયલ ઉપસ્‍થિત રહી લાભાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.આ શિબિરમાં 20 સીનીયર સીટીઝન માટેના ફોર્મ ભરાયા અને 22 દિવ્‍યાંગ લાભાર્થીને કીટ આપવામા આવશે.
આ અવસરે સમાજ કલ્‍યાણવિભાગના આસિસ્‍ટન્‍ટ શ્રી દીપકભાઈ સહિત સ્‍ટાફ અને મોટી સંખ્‍યામા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

Leave a Comment