Vartman Pravah
Breaking Newsચીખલી

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.13
ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના તેજલાવ ગામની આશ્રમ શાળાના 35-વર્ષીય શિક્ષકને શરદી-ખાંસી અને તાવની તકલીફ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા બાળકો અને સ્‍ટાફ સહિત 25-જેટલાના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. આ શિક્ષક પરિવાર સાથે આશ્રમ શાળામાં જ રહે છે અને ત્‍યાં જ આરોગ્‍ય વિભાગે સારવાર શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. ઉપરાંત તેજલાવ ગામના 33-વર્ષીય સરકારી એન્‍જીનીયરીંગ કોલેજના પ્રાધ્‍યાપકને પણ ગળામાં દુઃખાવો અને ઝીણો તાવની ફરિયાદ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના પચિંસભ્‍ય સહિતને હોમ કોરોન્‍ટાઈન કરાયા હતા.
ચીમલા ગામનું શિક્ષક દંપતિને પણ શરદી-ખાંસી-તાવની તકલીફ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના સભ્‍યોના સેમ્‍પલ લેવાની તજવીજ હાથ ધરી હતી. દંપતિ પૈકી પતિ નાંદરખા અને પત્‍ની ચીખલી કન્‍યાશાળામાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્‍યું હતું અને આ દંપતિ નાંદરખાની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્‍યું હતું.
તેજલાવ આશ્રમશાળા અને પ્રાથમિક શાળામાં બાળકોના સેમ્‍પલ લઈ આ અંગે શિક્ષક વિભાગને આરોગ્‍ય વિભાગ દ્વારા જાણ કરાઈ હતી.

Related posts

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

દિવાળીમાં ચીખલી તાલુકામાં 3 અને નવસારી જિલ્લામાં 1પ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ ખડેપગે સેવા બજાવશે

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment