Vartman Pravah
Breaking Newsચીખલી

મામલતદાર કચેરી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્‍યો લો બોલો… સરકારી કચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/- ની લાંચ લેતા ઝડપાયા

એસીબીના છટકામાં ઝડપાઈ મહિલાની નોકરીની વિગત જાણવા માટે મામલતદાર કચેરીના અધિકારીને ફોન કરતા ફોન રીસિવ નહિ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.13
ચીખલી તાલુકાના સરકારીકચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/-ની લાંચ લેતા ઝડપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એસીબીના છટકામાં ઝડપાયેલ મહિલાની નોકરીની વિગત જાણવા માટે મામલતદાર કચેરીના અધિકારીને ફોન કરતા ફોન રીસિવ નહિ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અનુસાર ચીખલી તાલુકાના આલીપોર ગામે વડીલોપાર્જિત એક જમીનના બ્‍લોક નંબર અને સર્વે નંબરોની જુના ગણોત નિકાલ કેસોની હુકમની નકલ મેળવવા માટે આલીપોર ગામના એક ખેડૂતે ચીખલી મામલતદાર કચેરીના કૃષિપંચ કચેરી નકલ કારકુન ઓફિસમાં લેખિત અરજી કરી હતી. જે અરજીના હુકમ મેળવવા માટે નકલ કારકુન મામલતદાર (કરાર આધારિત) કૃષિપંચ શેહાના ઈમ્‍તિયાઝ મુરાદભાઈ મિર્ઝાએ રૂા.1,000/- ની માંગણી કરી હતી.
જે રૂપિયા ફરિયાદી નહી આપવા માંગતા હોય જેથી તેમણે નવસારી એસીબીનો સંપર્ક કરતા સોમવારની સવારના સમયે નવસારી એસીબીના પીઆઇ-એન.કે.કામળિયા, પીઆઇ-કે.જે.ચૌધરી મદદમાં તેમજ નવસારી એસીબી સ્‍ટાફએ છટકું ગોઠવ્‍યું હતું. ત્‍યારે કળષિપંચના નકલ કારકુન મામલતદારને પોતાની જ ઓફિસમાં ફરિયાદી પાસેથી રૂા.1,000/- ની લાંચ લેતા નવસારી એસીબીએ રંગેહાથે ઝડપી લીધા હતા. ત્‍યારે સમગ્ર પંથકમાં એસીબીનીટ્રેપથી ચીખલી તાલુકા સેવાસદનમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
નવસારી એસીબીએ મહિલા નકલ કારકુનને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી હતી. એસીબીના છટકામાં તાલુકા સેવાસદનના કૃષિપંચના નકલ કારકુન મામલતદાર છટકામાં આવ્‍યા હોવાની વાત વાયુવેગે સમગ્ર ચીખલી તાલુકામાં ફેલાઈ જતા તાલુકાની અન્‍ય કચેરીઓના લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નાની દમણની માછીમાર સમાજની શેરીમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

Leave a Comment