September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર રખડતા કૂતરાઓનો ભયાનક ત્રાસઃ રાત્રિના સમયે ટુ વ્‍હીલર ઉપર આવતા રાહદારીઓ માટે ત્રાસજનક

વાપી કબ્રસ્‍તાન રોડના આજુબાજુ આવેલ બિરીયાની તથા ચિકન-મટનની દુકાનોમાંથી ફેંકાતા એંઠવાડને ખાવા માટે આવતા રખડતા કૂતરાઓના કારણે રાત્રિના સમયે ભયાનક બનતી સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપીના કબ્રસ્‍તાન રોડ ખાતે રખડતા કૂતરાઓનો ત્રાસ રાત્રિના સમયે નોકરી કરી પરત ફરતા કામદારો માટે ખુબ જ ચિંતાજનક બની ગયો છે. વાપી નગરપાલિકાએ રખડતા કૂતરાઓને અંકુશમાં લેવા માટે કોઈ ચાંપતા પગલાં ભરવા જોઈએ એવી માંગણી પણ બુલંદ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપીના કબ્રસ્‍તાન રોડથી બલીઠા દાંડીવાડ તથા ફાટક સુધી જવાનો મુખ્‍ય માર્ગ હોવાથી રાત્રે પોતાની ફરજ બજાવી આવતા કામદારો અને શ્રમજીવીઓને પોતાના ટુ વ્‍હીલર ઉપર ઘરે જતા સમયે કૂતરાઓ આસપાસ ફરી વળતા હોવાથી મોટો અકસ્‍માત થવાની સંભાવના રહે છે. આ રોડ ઉપર આવેલ બિરીયાની તથા ચિકન-મટનની દુકાનમાંથી ફેંકવામાં આવતા એંઠવાડના કારણે કૂતરાઓનો મેળો રાત્રિના સમયે જામતો હોય છે. આ બાબતે પણ નગરપાલિકાએ ધ્‍યાન આપવાની જરૂરીયાત જોવાઈ રહી છે.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ પોલીસે બે સ્‍થળોએથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ઝડપી પાડી જપ્ત કર્યો

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

Leave a Comment