Vartman Pravah
Breaking Newsદેશ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 140.38 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 17.06 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

નવી દિલ્હી, તા. 14-12-2021

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતીરસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથેરાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપેભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છેકોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાંકેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યેપહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(14 ડિસેમ્બર, 2021 સુધી)

પુરવઠો

1,40,38,75,650

બાકી ઉપલબ્ધ

17,06,13,661

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 140.38 કરોડ (1,40,38,75,650) થી વધુ રસી પૂરી પાડી છે.

હાલમાંકોવિડ-19 રસીના 17.06 કરોડ (17,06,13,661થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છેજેનું સંચાલન કરવામાં આવશે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment