July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

એનડીઆરએફ વડોદરાની ટીમના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડન્‍ટ રાકેશ સિંઘ, સરપંચ મુકેશ ગોસાવી, પુષ્‍પા રાઠોડ ગોસાવી, આસિ.એન્‍જિ. ભાસ્‍કરન, ચંદ્રેશ પટેલ, ગણેશભાઈ પટેલ સહિતના આગેવાનોની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે નેશનલ ડીઝાસ્‍ટર રીસ્‍પોન્‍સ ફોર્સ(એનડીઆરએફ), વડોદરાની ટીમે આપત્તિના સમયે રાખવાની કાળજીના સંબંધમાં વિસ્‍તૃત સમજ આપી હતી.
ત્‍સુનામી, વાવાઝોડા, પુર, જળપ્રલય, આગ, ધરતીકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફતમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તેની પ્રયોગની સાથે જાણકારી આપવામાં આવી હતી.
અકસ્‍માત તથા હૃદયરોગના હુમલા સમયે દર્દીને શરૂઆતમાં કેવી પ્રાથમિક સારવાર આપવી તેની પણ સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, એનડીઆરએફના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડન્‍ટ શ્રી રાકેશ સિંઘ, દમણ વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનીયર શ્રી ભાસ્‍કરન, સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સીના શ્રી ચંદ્રેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ પટેલ સહિત ગ્રામજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં ઓરકેસ્ટ્રા અને ડીજેને પરવાનગી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ સંચાલકોની રજૂઆત

vartmanpravah

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

વલસાડ પોલીસ હેડ ક્‍વાટર્સ સહિતજિલ્લામાં 5 ફેસેલિટી સેન્‍ટરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું

vartmanpravah

Leave a Comment