December 1, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

શરદ વ્‍યાસ, પ્રફુલ્લ શુકલ, પી.ડી.જી. વણઝારા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
જલારામ ધામ ફલધરામાં સનતાન ધર્મના મનન ચિંતન અને ઉત્‍કર્ષ માટે એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં અગ્રણી કથાકારો, સંતો અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા.
રાજ્‍ય સત્તા સાથે હિંદુ સત્તા પણ જરૂરી છે. સમાજમાં સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી કરવા અને વિકાસ કરવા માટે જાણીતા જલારામ ધામ ફળધરા ખાતે સંતો, પૂ.કથાકારોની એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જાણીતા કથાકારશ્રી શરદભાઈ વ્‍યાસ, શ્રી પ્રફુલ્લભાઈ શુકલ, શ્રી ચંન્‍દ્ર શુકલ, લંડનથી શ્રી મિતેશભાઈ જોષી, પી.ડી.જી. વણઝારા સહિત આગેવાન સંતો, સંસ્‍થા સંચાલક શ્રી કુલસીંગભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મીટિંગમાં સંતોએ, કથાકારોએ સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી અને જતન કેમ કરવું તેની ચર્ચા-વિચારણા અને વિમર્સ કર્યો હતો. આ પ્રસંગે ડી.જી.પી. વણઝારાએ જણાવ્‍યું હતું કે, 23 ડિસેમ્‍બરના રોજ અમદાવાદ સોલા ઉમિયાધામમાં મહાકુંભ યોજાવાનો છે તેમાં સર્વએ પધારી ભાગ લેવાનું તેઓએ આહવાન કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્‍થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah

Leave a Comment