December 1, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

મૃતક યુવાનના પિતાની ફરિયાદ બાદ સાતની ધરપકડ પોલીસે કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
કપરાડાના આસલોણા ગામે લગ્ન વિચ્‍છેદના મામલે સમાજનું પંચ ન્‍યાય માટે એકઠું થયું હતું. જેમાં ધીંગાણુ થતા યુવાનને પંચની સામે જ ઢોરમાર મારવામાં આવ્‍યો હતો. 12 દિવસની સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પિતાએ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આસલોણા ગામે બરડી ફળીયામાં રહેતો સંજય ભુસારા નામના યુવકની સગાઈ એજ ફળીયામાં રહેતી દુર્ગા ગવડી નામની યુવતી સાથે થઈ હતી. સગાઈ બાદ બન્ને પતિ-પત્‍નીની જેમ રહેવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ સંજય દમણમાં નોકરીએ લાગ્‍યો હતો. સંજય દમણ રહેતો તે દરમિયાન દુર્ગા તેના ઘરમાં નહી રહીને પિયરમાં રહેવા ચાલી જતી હતી. તેને લઈ પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થતા સંજયે સગાઈ તોડી નાખી હતી. તેથી ન્‍યાય કરવા માટે સમાજનું પંચ એકઠુ થયું હતું. તેમાં મામલો વધુ ઉગ્ર બનતા યુવતીના પક્ષવાળાઓએ પંચની સામે જ સંજયને ઢોર માર માર્યો હતો. ઘાયલ સંજયને ધરમપુર, ખેરગામ વલસાડ સારવાર માટે ખસેડેલો 12 દિવસ સારવાર લીધા બાદ સંજયનું મોત નિપજ્‍યું હતું. તેથી તેના પિતાએ યુવતી પક્ષના સાત વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સાત આરોપીની ધરપકડ કરી હતી.

Related posts

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

નર્મદાના સાહિત્‍યકાર દીપક જગતાપને ‘નર્મદારત્‍ન એવોર્ડ-2024′ એનાયત

vartmanpravah

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

vartmanpravah

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment