August 31, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

પારડીમાં કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્‍વાંગમાં ત્રણ મહિલાઓ નજર ચૂકવી ચોરી કરી હોન્‍ડા સીટી કારમાં ફરાર

ત્રણેય મહિલાઓની ચોરીની કરતૂત દુકાનના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16
પારડી શહેરમાં નેશનલ હાઈવે દમણી ઝાંપા ખાતે ફીનાઈલ ફેક્‍ટરી બાજુમાં આવેલા પ્રિન્‍સેસ પાર્ક નામની બિલ્‍ડીંગ નીચે રામદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાનમાં ગત બુધવારના સાંજે લગભગ સાડા પાંચેક વાગ્‍યાના સુમારે થોડા થોડા સમયના અંતરે ત્રણ મહિલાઓ ગ્રાહકના સ્‍વાંગમાંખરીદી કરવા દુકાનમાં પ્રવેશી હતી. દુકાન કાઉન્‍ટરથી થોડે દુર એક મહિલા કંઈક ચીજો લેવા ગયા બાદ તેણે સાથી મહિલાને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્‍યા બાદ ત્રણેય મહિલાઓએ યુક્‍તિ પૂર્વક રૂા.5000 હજારની કિંમતના 5 કિલો જેટલા કાજુની ચોરી કરી ત્રણેય મહિલાઓ વારાફરતી દુકાનમાંથી નીકળી ગઈ હતી અને જતા જતા બે પરફયુમની બોટલો પણ ચોરી ત્રણેય મહિલાઓ સિલ્‍વર કે ગોલ્‍ડન કલરની જેવી એક હોન્‍ડા સીટી કારમાં સવાર થઈ ફરાર થઈ ગઈ હતી.
ચોરીની ઘટનાથી કાઉન્‍ટર પર બેસેલો સંચાલક પ્રમોદભાઈ માલી સાવ અજાણ હતો પરંતુ દુકાનમાં આવેલ તેના પુત્રને કાજુ ગાયબ જણાતા તેઓએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. સીસીટીવીમાં ત્રણ મહિલાઓ સ્‍પષ્ટ રીતે ચોરી કરી હોન્‍ડા સીટી કારમાં ભાગી જતી નજરમાં આવે છે ત્‍યારે વેપારીઓએ દુકાનમાં કાર લઈને આવતા ગ્રાહકો પર પણ વિશ્વાસ કરતા પહેલા ચેતવણીરૂપ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.

Related posts

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment