December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

મોબાઈલની મોકાણઃ સગીર યુવતીએ કરી આત્‍મહત્‍યા : ખડકીમાં પિતાએ ‘મોબાઈલ કેમ બંધ છે?’ ના ઠપકાને લઈ 17 વર્ષીય દીકરીએ ફાંસો ખાઈ કરી આત્‍મહત્‍યા

પાડોશીએ પંખાએ લટકતી જોઈ હોસ્‍પિટલ લઈ જતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16
પારડી તાલુકાના ખડકી ગામે વચલુ ફળિયું ખાતે રહેતા ગણેશભાઈ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સીવણ ક્‍લાસ કરતી હતી. બુધવારે સવારે દસ વાગે સીવણ કલાસ ગયા બાદ તેના પિતાએ મોહિનીને ફોન કરતા ફોન સ્‍વીચ ઓફ આવ્‍યોહતો. મોડી સાંજે પાંચેક વાગ્‍યે પહોંચેલી મોહિનીએ ‘મોબાઈલ ફોન કેમ બંધ રાખ્‍યોહતો?’નો ઠપકો પિતાએ આપતાં મોહિનીને માઠું લાગી આવ્‍યું હતું. જેને લઈ આજરોજ માતા પિતા સવારે નોકરી પર ગયા બાદ તેણીએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી.
પડોશમાં રહેતી ભૂમિકા નામની યુવતી તેમના ઘરે જતા મોહિનીને ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોતા તાત્‍કાલિક તેને નીચે ઉતારી આજુબાજુ રહેતા લોકો સાથે બાઈક પર સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્‍પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મોહિનીને મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ પારડી પોલીસ મથકે કરવામાં આવતા બીટ જમાદાર અજીતભાઈ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ કરાવી વધું કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના સ્નેહ મિલનમાં ભુદેવો ઉમટયા,અનેક કૃતિઓ રજુ થઇ

vartmanpravah

Leave a Comment