January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

  • દીવ જિલ્લા પંચાયત દ્વારા વણાંકબારા ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની કરાયેલી ઉજવણી

  • દીવ જિલ્લાના કલેક્‍ટર સહિત ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા સશક્‍તિકરણ ઉપર અપાયેલુંજોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11
દીવ જિલ્લા પંચાયત દ્વારા વણાંકબારા ખાતે આંતર રાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખુબ જ ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી. દીવના ઈતિહાસમાં પહેલી વખત વણાંકબારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણીયાની પહેલથી આંતર રાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા, ડેપ્‍યુટી કલેક્‍ટર ડો. વિવેક કુમાર, દીવના એસ.પી. શ્રી અનુજ કુમાર, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. દમણના પૂર્વ ચાઈલ્‍ડ ડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટ ઓફિસર (સીડીપીઓ) શ્રીમતી કમળાબેન પૂજાભાઈ બામણીયા, વણાંકબારાના સરપંચ શ્રીમતી મિનાક્ષીબેન જીવણ, શ્રીમતી વિજ્‍યાબેન બારીયા તેમજ બ્રહ્મકુમારી બહેનો ઉપસ્‍થિત રહી હતી.
આ પ્રસંગે આમંત્રિત વક્‍તા કુ.રાધા મહેતાએ પોતાની આગવી છટા અને સૌરાષ્‍ટ્રની તળપદી બોલીમાં મહિલાઓના માન-સન્‍માન, નારીનો પરિવાર, વેપાર, જેવા ક્ષેત્રોમાં પ્રાચીન અને અર્વાચીન સમાજમાં મૂલ્‍ય શું છે? કેવુ હોવું જોઈએ? તે વાત ઉપર પ્રકાશ પાડી શ્રોતાજનોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.
આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણીયાએ જણાવ્‍યું હતું કે, વણાંકબારા જેવા અંતરીયાળ વિસ્‍તારમાં મહિલાદિવસની ઉજવણી કરવાનો આશય એટલો જ છે કે વિશ્વમાં નારીનું મૂલ્‍ય શું છે? તે સ્‍થાનિક બહેનો સમજે અને દીવ જિલ્લાની બહેનોનો વધુમાં વધુ વિકાસ કેવી રીતે થાય તે સમજાવવાનો હતો. તેમણે પ્રદેશમાં મહિલા સશક્‍તિકરણ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલ નિરંતર પહેલનો ઉલ્લેખ કરી તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો. તેમણે દીવ જિલ્લાનો ઈતિહાસ બતાવી જેઠીબાઈએ કરેલા સંઘર્ષ અને બાદમાં મળેલ સન્‍માનનો ઉલ્લેખ કરી મહિલાઓને જણાવ્‍યું હતું કે જીવનમાં સંઘર્ષ વિના સિદ્ધી મળતી નથી. જીવનમાં અડચણો તો આવશે જ અને એમાથી રસ્‍તો અને સમય કાઢીને દરેક મહિલાએ પોતાની જાતને ઓળખવાની છે.
આ કાર્યક્રમમાં દમણના પૂર્વ સીડીપીઓ શ્રીમતી કમળાબેન પૂજાભાઈ બામણિયાએ સ્‍થાનિક પરિસ્‍થિતિમાં મહિલાઓનું સ્‍થાન, તેમની જરૂરિયાત તથા મહિલાઓના વિકાસ અને આજીવિકા આપતા કામો વિશે જાણકારી આપી સ્‍વચ્‍છતાની આદત અપનાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા દીવ જિલ્લા પ્રશાસન, જિલ્લા પંચાયત વગેરેએ પણ સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો. કાર્યક્રમના ભાગરૂપે વણાંકબારા નાગવા, ઝોલવાડી, સાઉદવાડી અને ભૂચરવાડા ખાતે રહેતી વયસ્‍ક મહિલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને ડોક્‍ટરેટની પદવી મેળવનાર રૂચિતાબેન મયુર ચારણિયાનું સન્‍માનપણ કરવામાં આવ્‍યું હતું.
આભારવિધિ દીવ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભરતભાઈ દ્વારા આટોપવામાં આવી હતી.

Related posts

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

Leave a Comment