October 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થાય છે : પેપર લીક એ સરકારની નિષ્‍કાળજી છેઃ ‘આપ’

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
તાજેતરમાં 12 ડિસેમ્‍બરના રોજ ગુજરાત ગૌણ સેવા દ્વારા હેડ ક્‍લાર્કની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાને સમય પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. જેના ઘેરા પ્રત્‍યાઘાત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પડયા હતા. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે ગૌણ સેવા પરીક્ષામાં પેપર લીક મામલે વલસાડ અધિક કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને તળીયાઝાટક તપાસ સાથે જવાબદારો સામે પગલા ભરવાની આમ આદમીપાર્ટીએ માંગણી કરી હતી.
વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી જીતુભાઈ દેસાઈ અને હોદ્દેદારો, કાર્યકરોએ આજે વલસાડ અધિક કલેક્‍ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે ગૌણ સેવા પસંદગી અંગે સરકાર દ્વારા 12 ડિસેમ્‍બરે હેડક્‍લાર્કની ભરતી માટે જાહેર પરીક્ષા લેવાઈ હતી. જેનું પેપર પરીક્ષાના ટાઈમ પહેલાં જ ફૂટી જતા લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. આ માટે કસુરવારો સામે પગલા ભરી તુરત સરકારે જવાબદારોને શોધી કાઢવા જોઈએ. પેપર લીક થાય એ સરકારની નિષ્‍ફળતા છે તેવુ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

Leave a Comment