October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

પોલીસે રૂા.34,900ના દારૂના જથ્‍થા સાથે બેની કરેલી અટકઃ ચાર વોન્‍ટેડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે ગતરોજ વાપી કોપરલી ચાર રસ્‍તા ઉપરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટ કાર ઝડપી પાડી બે આરોપીની અટક કરી હતી.
એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે કોપરલી ચાર રસ્‍તા વાપી ખાતે વાહન ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન બાતમી વાળી ઈકો કાર નં.જીજે 21 એએચ 9251ને અટકાવી પોલીસે ચેકીંગ કર્યું હતું. જેમાં સીટનીચોર ખાનાઓમાંથી 155 નંગ વિવિધ દારૂ બ્રાન્‍ડની બોટલ મળી આવી હતી. પોલીસે 34900 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અને જોડીદાર મળી બે ની ધરપકડ કરી હતી. જ્‍યારે દારૂનો જથ્‍થો ભરાવનાર અને મંગાવનાર ચાર ઈસમોને પોલીસે વોન્‍ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

દીવના નાગવા સ્‍થિત કલેક્‍ટર નિવાસ પાસેના મુખ્‍ય રોડ ઉપર મોપેડમાં આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

Leave a Comment