October 15, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયાસ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપીના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતા બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે તારીખ-17 અને 18 ડિસેમ્‍બર 2021 શુકવાર અને શનિવાર એમ બે દિવસ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટનું આયોજન થયું હતું.
આ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્‍વ કોલેજના આચાર્ય શ્રી ડો.સચિન બી. નારખેડે તેમજ એસોસિયેટ પ્રોફેસર ડો.શૈલેષ વી. લુહાર દ્વારા કરવામાં આવ્‍યું હતું, અને સાથે કોલેજના આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર જાગૃતિ ઠાકોર, પ્રિયા શુક્‍લા, નમ્રતા ભાનુશાલી અને તોહા પટેલ વિદ્યાર્થીઓને લઈ કંપનીની મુલાકાત લીધી હતી.
આ ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રી વિઝીટનો મુખ્‍ય હેતુ એકેડેમીક અને ઈન્‍ડસ્‍ટ્રીઝના પારસ્‍પરિક સંબંધો વધુ મજબૂત બને તેમજ વિદ્યાર્થીઓને ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીના વર્તમાન દ્રશ્‍ય વિશે માહિતી મળે એ હતો. આ ઈન્‍ડસ્‍ટ્રી વિઝિટમાં ઈન્‍ડસ્‍ટ્રીઝના સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્‍યા હતા. તેમજ જુદા જુદા ડીપાર્ટમેન્‍ટની મુલાકાત પણ લેવામાં આવી હતી અને એ ડિપાર્ટમેન્‍ટમાં થતી વિવિધ કાર્યવાહી વિષે પણ વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક માહિતગાર કર્યા હતા.
આ વિઝીટ દરમ્‍યાન એસોસિએટ વાઈસ પ્રેસીડેન્‍ટ ઓપરેશન્‍સશ્રી મુકેશ પટેલ, ઓપરેશન્‍સ હેડ શ્રી દેવેન કંસારા, ક્‍વોલેટી હેડ શ્રી નિતેશ શેઠ, પ્રોડક્‍શન ડીપાર્ટમેન્‍ટના આસીસ્‍ટન્‍ટ મેનેજર શ્રી ધવલ જાની અને ડાયરેક્‍ટર એન્‍ડ ચેરમેન ઓફ સી.એસ.આર. કમિટી શ્રી કલ્‍યાન સુબ્રમણીયમ અને તેમની સમગ્ર ટીમનો સંપૂર્ણ રીતે સહકાર આપવા બદલ કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડેએ આભાર માન્‍યો હતો, તથા શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્‍ટાફે અભાર માન્‍યો હતો.

Related posts

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment