Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

ચાલક ક્‍લિનરનો ચમત્‍કારિક બચાવઃ દિવસે-અઠવાડિયે કુંભઘાટ ઉપર અકસ્‍માત સર્જાતા રહે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
નાશિક-પરાડા વચ્‍ચે પહાડી ઢોળાવોમાં આવેલ કુંભઘાટ નિરંતર અકસ્‍માત ઝોન બની રહ્યો છે. અઠવાડિયામાં એકાદ વાહનનો અકસ્‍માત સર્જાતો રહે છે તેવો વધુ એક અકસ્‍માત ગતરોજ કુંભઘાટ ઉપર સર્જાયો હતો. નાશિકથી અમદાવાદ સિમેન્‍ટના પતરા ભરીને જઈ રહેલી ટ્રકની બ્રેક ફેઈલ થતા ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી.
વિગતો અનુસાર નાસિકથી અમદાવાદ જવા પતરાં ભરીને નિકળેલી ટ્રક નં.ડીએન પર એમ-3980 ગતરોજ બ્રેઈક ફેઈલ તથા ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્‍માત ભયાનક હોવા છતાં ચાલક અને ક્‍લિનરનો ચમત્‍કારિક બચાવ થવા પામ્‍યો હતો. કપરાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment