Vartman Pravah
Breaking Newsવાપી

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.ર1
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના માધ્‍યમિક અને પ્રાથમિક વિભાગના ત્રણ વિદ્યાર્થી શિષ્‍યવળતિ પરીક્ષામાંમેરિટમાં સ્‍થાન પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.
સંસ્‍થા સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ, સલવાવના ધોરણ-9ના બે વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માધ્‍યમિક શિષ્‍યવળત્તિ પરીક્ષા આપી હતી. જેમાં ક્રિશ શૈલેશકુમાર પટેલ જેમણે વાપી તાલુકામાં દ્વિતીય ક્રમ અને ક્રિષ્‍ના ભરતભાઈ હરીજન જેમણે વાપી તાલુકામાં તળતિય ક્રમ મેળવી ઉત્‍કળષ્ટ દેખાવ કર્યો છે તથા શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ પ્રાથમિક શાળા, સલવાવના, ધોરણ-6 ના 9 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત પ્રાથમિક શિષ્‍યવળત્તિ પરીક્ષા આપી હતી. જે તમામ ઉત્તીર્ણ થયા હતા જે પૈકી ઓમ પિયુષભાઈ જાની મેરીટમા સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે
આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મે. ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને ડૉ. શૈલેશ લુહાર તેમજ શાળાના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ(માધ્‍યમિક) તથા આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ (પ્રાથમિક) તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચાએ જનસંખ્‍યા નિયંત્રણ પર વિવાદિત ટિપ્‍પણી કરનાર બિહારના સીએમ નિતીશ કુમારનું પુતળું બાળી વિરોધ દર્શાવ્‍યો

vartmanpravah

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

Leave a Comment