Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ સની ભિમરાના નેતૃત્‍વમાં સીઈઓ અપૂર્વ શર્માની મુલાકાત કરી રજૂ કરેલો પ્રસ્‍તાવ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.રર
દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભીમરાના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આજે દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માની મુલાકાત કરી તેમને અભિનંદન અને શુભકામના પાઠવી હતી.
દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અમલ કરવામાં આવી રહેલ વિવિધ યોજનાઓની જાણકારી પણ સિવિલ સોસાયટીના સભ્‍યોને આપી હતી.
આ પ્રસંગે દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભિમરાએ રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીનરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ વિકાસની તરફ અગ્રેસર બન્‍યો છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી દાદરા નગર હવેલીની રોનક બદલાઈ ચૂકી છે અને છેવાડેના લોકોમાં પણ એક આશા જન્‍મી છે ત્‍યારે, જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થતા વિકાસ કામોનું સોશિયલ ઓડિટ માટે ડીએનએચ સિવિલ સોસાયટીએ પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો જેને મુખ્‍ય કાર્યકારી અધિકારીએ સ્‍વીકાર કરી વિવિધ યોજનાઓના અમલ માટે જન ભાગીદારીને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

Related posts

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment