Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

જિલ્લામાં બન્ને બોર્ડના કુલ 58738 વિદ્યાર્થી પરિક્ષા આપશે : વર્ગખંડો સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લામાં તા.14 માર્ચથી ધોરણ-10 અને ધોરણ 12 ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થશે. વહિવટી તંત્ર દ્વારા જાહેર બોર્ડની પરિક્ષાની સંપૂર્ણ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેશે. આ વર્ષે જિલ્લામાં ધો.10-12 ના કુલ 58738 વિદ્યાર્થીઓ પરિક્ષા માટે નોંધાયેલા છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરિક્ષાનુંસામાન્‍ય રીતે થોડુ-ઘણું માનસિક દબાણ રહેતુ હોય છે. સન. 2023 માર્ચની તા.14એ ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષાનો પ્રારંભ થનાર છે. વલસાડ જિલ્લામાં ધો.10 ના કુલ 32 પરિક્ષા કેન્‍દ્રની 94 શાળાઓમાં કુલ 33849 વિદ્યાર્થી પરિક્ષા આપશે, જ્‍યારે ધો.12 માટેના 23 કેન્‍દ્રની કુલ 77 શાળાઓણાં 24889 વિદ્યાર્થી પરિક્ષા આપસે, તે પૈકી સામાન્‍ય પ્રવાહના 16 કેન્‍દ્રમાં 17568 અને વિજ્ઞાન પ્રવાહના 9 કેન્‍દ્રમાં 9321 વિદ્યાર્થી પરિક્ષા આપનાર છે. વિદ્યાર્થીઓને મુંઝવતા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આત્‍મ વિશ્વાસ હેલ્‍પ લાઈન બનાવવામાં આવી છે. જરૂરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત અને પરિક્ષાની તૈયારીઓ માટે વહિવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરેક વર્ગખંડ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ હશે તેથી ગેરરીતી થતી હશે તો પકડાઈ જશે.

Related posts

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment