Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ વિભાગના સર્જનોને મળી મોટી સફળતા

14 વર્ષીય બાળકીની સફળતાપૂર્વક થયું જડબાના હાડકાના કેન્‍સરનું ઓપરેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
સેલવાસના શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં હવે જટિલ અને જોખમભરી સર્જરી કરવામા આવે છે જેના માટે અગાઉ મુંબઈ અથવા સુરતનામોટા હોસ્‍પિટલમાં મોકલવામા આવતા હતા. 3જી ડિસેમ્‍બરના રોજ હોસ્‍પિટલના ડોકટરોની ટીમ દ્વારા સર્જરી કરી ઘણુ જ જોખમી સર્જરી હતી એ કરવામા આવી હતી.
મહારાષ્‍ટ્રના જવાહર દહાણુ રોડના નિવાસી 14 વર્ષની એક બાળકી પુજા પાંડુરંગ લોખંડે એમના પરિવાર સાથે જડબામાં સુજન અને દર્દની ફરિયાદ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ઇએનટી વિભાગમાં આવી હતી અને જણાવ્‍યું કે નાનપણમાં એ પડી ગયી હતી તે સમયે એના જડબામા ઇજા થઇ હતી ત્‍યારે એ ઠીક થઈ ગઈ હતી. પરંતુ હાલમાં એના જડબામાં સુજન અને દર્દ થઇ રહ્યુ હતુ અને વધુ તકલીફ થવા લાગી હતી.
બાળકીના દરેક પ્રકારની તપાસ કરી રિપોર્ટ કાઢવામા આવ્‍યા અને બાયોપ્‍સી રિપોર્ટ આવ્‍યા બાદ ખબર પડી કે બાળકીના જડબાના હાડકામાં કેન્‍સરના લક્ષણ છે. આ જાણકારી આરોગ્‍ય નિર્દેશક ડો.વી.કે.દાસને જણાવવામાં આવી અને એમણે ડોક્‍ટરની ટીમને સર્જરીની તૈયારી માટે વિચાર વિમર્શ કર્યા બાદ ઓપરેશન માટે ભરતી કરવામા આવી અને મોટી સર્જરી કરવામા આવી હતી.
આ બાળકીના જડબાના હાડકાનો એ ભાગ કાઢવામા આવ્‍યો જે ઘાતક હતો અને બાળકીના જીવ માટે ખતરો હતો. સર્જરીના વીસ દિવસ બાદ કોઈપણ જાતના તકલીફ વગર બાળકીને રજા આપી દેવામા આવી છે અને એના પરિવારના સભ્‍યોએવિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ અને દરેક ડોક્‍ટર અને કર્મચારીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
હાસ્‍પિટલના ડો.સાગર અગ્રવાલ હેડ અને નેક ઓન્‍સ સર્જન, ડો.મનદીપ ખોખર મેક્ષીલોફેસિયલ સર્જન, ડો. શરદ સાતવી ઇએનટી સર્જન, ડો.ઘીસુલાલ ચૌધરી પ્‍લાસ્‍ટિક સર્જન, ડો. વિજય પટેલ દંતરોગ વિષેશજ્ઞ, એનેસ્‍થેટિસ્‍ટ ડો.પ્રતીક પટેલ અને એમની ટીમે આ જટિલ અને જોખમભર્યું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયુ હતું. .
આ ઉપલબ્‍ધી માટે આરોગ્‍ય નિર્દેશક ડો.વી.કે.દાસે આ 14 વર્ષની બાળકીના ઈલાજ માટે દરેક સર્જન ટીમ એનેસ્‍થેટિસ્‍ટ, ડોક્‍ટર, સ્‍ટાફ નર્સ અને ઓપરેશન થિયેટરના દરેક કર્મચારીઓનો શુભકામના આપી અને સરાહના કરી અને સાથે એમણે એ પણ જણાવ્‍યું હતું કે દાનહ આરોગ્‍ય વિભાગ હોસ્‍પિટલમાં આવતા દરેક દર્દીઓને સારી સુવિધા મળે એના માટે તત્‍પર છે અને દર્દી ભલે બીજા રાજ્‍યનો કેમ ના હોય હોસ્‍પિટલમા આવતા દરેક દર્દીઓને ઉત્તમ સુવિધા મળે એ અમારુ લક્ષ્ય છે.

Related posts

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

વલસાડ બ્રહ્મ સમાજે 7 તબીબ સહિત 43 તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કર્યુ, 400 ભૂદેવો ઉપસ્થિત રહ્યા

vartmanpravah

Leave a Comment