Vartman Pravah
Breaking Newsસેલવાસ

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્‍થાનિક આદિવાસીઓએ સ્‍ટોલ લગાવી આર્થિક રીતે સ્‍વાવલંબી બનવાના મોડેલનો પણ આપેલો પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રૂદાના ખાતે હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત આનંદ મેળાનું ઉદ્‌ઘાટન પ્રદેશના સુપ્રસિદ્ધ ધારાશાષાી અને ડીએનએચ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભિમરાએ કર્યુ હતું.
સુપ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભિમરાના જણાવ્‍યાપ્રમાણે છેલ્લા ચાર વર્ષથી કાર્યરત આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્‍ટોલ સ્‍થાનિક અને આદિવાસી સમુદાય દ્વારા સંચાલિત હોય છે. આ મેળાનું આયોજન સંપૂર્ણ રીતે ગ્રામવાસીઓના સંચાલન હેઠળ થઈ રહ્યું છે.
રૂદાનાના પૂર્વ સરપંચ શ્રી સંદિપભાઈ ચીંબડાના કુશળ નેતૃત્‍વમાં હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશન વતી કરવામાં આવી રહ્યું છે.
ગ્રામવાસીઓને આર્થિક રીતે સ્‍વાવલંબી બનવા માટે આ મોડેલ ઉપયોગી હોવાની ભાવના પણ શ્રી સની ભિમરાએ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

Leave a Comment