Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સબળ નેતૃત્‍વમાં કરાયેલી આવકારદાયક પહેલનું પરિણામ

  • નીતિ આયોગના સભ્‍ય ડૉ.વી.કે.પોલની બે દિવસીય મુલાકાત બાદ પ્રદેશના વિકાસને મળનારી ઓર ગતિ

  • પ્રશાસક અને પ્રશાસનિક અધિકારીઓ સાથેની પ્રારંભિક બેઠકમાં પ્રદેશના વિકાસથી પ્રભાવિત બનેલી નીતિ આયોગની ટીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે આજનો દિવસ ઐતિહાસિક અને યાદગાર બનવા પામ્‍યો છે. એક તરફ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ હેઠળ પ્રદેશના આરોગ્‍ય સૂચક આંકમાં અગાઉના વર્ષોનીસરખામણીમાં સુધારો થતા દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે.
બીજી તરફ, પ્રદેશના વિકાસને વધુ વેગ આપવા માટે નીતિ આયોગના સભ્‍ય ડૉ.વી.કે.પોલ આજથી કેન્‍દ્ર શાસિત પ્રદેશના બે દિવસના પ્રવાસે પહોંચ્‍યા છે. ભારત સરકાર દ્વારા સમયાંતરે પ્રદેશના આરોગ્‍ય વિભાગની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. આજે ફરી એકવાર આરોગ્‍ય વિભાગે તેના જૂના રેકોર્ડને પાછળ છોડીને સફળતાના નવા શિખરો સર કર્યા છે.
આરોગ્‍ય સૂચક આંકના આધારે વર્ષ 2018-19માં દાનહ પ્રદેશ બીજા ક્રમે હતું. પરંતુ પ્રદેશના આરોગ્‍ય વિભાગે, સતત પ્રયાસો કરીને, આ વર્ષે તેના આરોગ્‍ય સૂચક આંકમાં સુધારો કર્યો અને નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દેશના તમામ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે.
પ્રદેશના વિકાસને વધુ વેગ આપવા માટે, નીતિ આયોગના સભ્‍ય ડૉ. વી.કે. પોલ પણ આજથી પ્રદેશના બે દિવસના પ્રવાસે પહોંચ્‍યા છે. મુલાકાતના આજના પ્રથમ દિવસે દમણ સચિવાલયમાં પ્રશાસકશ્રી સલાહકાર શ્રી એ.કે.સિંઘે તેમનું સ્‍વાગત કર્યુ હતું. ત્‍યારબાદ તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી અને પ્રદેશના સર્વાંગી વિકાસ અંગે વિસ્‍તળત ચર્ચા કરી હતી.
ત્‍યારબાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલની અધ્‍યક્ષતામાં તમામ વિભાગોના સચિવો સાથેની બેઠકમાં સંઘ પ્રશાસન દ્વારા કરવામાં આવતા વિકાસ કામો અને કેન્‍દ્રીય ભંડોળની યોજનાઓની વિસ્‍તળત માહિતી આપવામાં આવી હતી.
શ્રી પૉલે કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં વિકાસ કાર્યમાં સુધારો કરવા અને નીતિ આયોગ દ્વારા આપવામાં આવતી સહાય અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા. જેમાં તેમણે પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, આરોગ્‍ય વિભાગ, શિક્ષણ વિભાગ, સ્‍માર્ટ સિટી અને કળષિ વિભાગ પર અસરકારક રીતે કેવી રીતે કામ કરી શકાય તે બાબતે સમજ આપી હતી.
ત્‍યારબાદ કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહેલા તમામ કાર્યોની પ્રશંસા કરતા, તેમણે જણાવ્‍યું હતું કે, નીતિ આયોગ કેન્‍દ્રશાસિત પ્રદેશના વિકાસ કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપશે.

Related posts

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

દાનહના વાઘછીપાની સરકારી શાળામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

વાપીજી.આઈ.ડી.સી. સી-ટાઈપ નજીર રાત્રે ફરજ પરથી આવી રહેલ વિકલાંગ સાયકલ સવાર શ્રમિકનો મોબાઈલ ઝૂંટવાયો

vartmanpravah

Leave a Comment