January 16, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ અને દમણ-દીવના ભાજપ પ્રદેશના ઉપાધ્‍યક્ષ પદે નરોલીના પ્રિયાંકસિંહ પરમારની નિમણૂક

પ્રદેશ ભાજપના પ્રિયાંકસિંહ પરમારની ઉપ પ્રમુખ તરીકે વરણી થતાં યુવાનોમાં આવેલો નવો જોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
ભારતીય જનતા પાર્ટી- દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના ઉપાધ્‍યક્ષ પદે નરોલીના પ્રિયાંકસિંહ પરમારની નિમણૂક થઇ જે બદલ નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રી હરેન્‍દ્રભાઈ પટેલ, શ્રી રાહુલભાઈ રાઠોડ વગેરે યુવાનોએ ખુશીના માહોલ સાથે ખૂબ ખૂબ અભિનંદન આપી પ્રિયાંકસિંહ પરમારને શુભેચ્‍છા પાઠવી હતી.
ભારતીય જનતાપાર્ટી મંડલ પ્રમુખ નરોલીના યોગેશસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે પ્રિયાંકસિંહ પરમારના પિતાજી પણ દાદરા નગર હવેલીમાં ભાજપના સ્‍થાપક સભ્‍ય રહ્યા હતા. તેમજ પ્રિયાંકસિંહ પરમાર પણ ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહી હંમેશા ભાજપાને મજબૂત કરવાનું કામ કર્યું છે. તેમજ નિષ્ઠાવાન ઊર્જાવાન સેવાભાવી યુવા નેતાને ઉપાધ્‍યક્ષ પદે પસંદગી કરવામાં આવી તે બદલ ભાજપા પાર્ટીના નિર્ણયને આવકાર્યો હતો.

Related posts

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

vartmanpravah

દાદરા ગામની યુવતી ગુમ

vartmanpravah

Leave a Comment