Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

વલસાડઃ તા.૨૯: પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક ની ઓળખ અને ઉજવણી ઉપર ભાર મૂકવાના હેતુસર સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના ભાગરૂપે પોતાના બાળકોની આરોગ્‍ય અને પોષણની સ્‍થિતિ સુધારવા માટે માતા-પિતા/ વાલીઓમાં સ્‍પર્ધાત્‍મક લાગણી ઉત્‍પન્ન થાય અને કૉમ્‍યુનિટી મોબિલાઇઝેશન તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના ખ્‍યાલ સાથે, ૦ થી ૬ વર્ષના બાળકો માટે તા.૮ જાન્‍યુઆરી થી ૧૪ જાન્‍યુઆરી ૨૦૨૨ સુધી સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા  સમગ્ર ભારતમાં યોજવામાં આવશે.

આ સ્‍પર્ધા કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારના તમામ ૦-૬ વર્ષના બાળકો માટે જિલ્લાની આંગણવાડી કેન્‍દ્રો, ઘર, પંચાયત, શાળાઓ, ખાસ શિબિરો, પી.એચ.સી જેવા સ્‍થળો ઉપર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવશે. પોષણ ટ્રેકર એપ ઉપર ઓનલાઈન મોડયુલ સ્‍પર્ધા માટેનું પ્‍લેટફોર્મ રહેશે.

સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા અંતર્ગત સેલ્‍ફ મોડમાં પણ ૨ થી ૬ વર્ષની વયના બાળકો માટે ઉપલબ્‍ધ રહેશે. માતા-પિતા/વાલીઓ બાળકની ઘરે બેઠા ઉંચાઈ અને વજન માપી અને ઓનલાઈન એપ્‍લીકેશન પર ડેટા અપલોડ કરી શકાશે. જો બાળક સ્‍વસ્‍થ છે, તો એપ્‍લીકેશનમાં પ્રમાણપત્ર જનરેટ થશે અને માતા-પિતા/વાલીઓ તેને ડાઉનલોડ કરી શકશે, એમ આઇ.સી.ડી.એસ. વલસાડના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું છે.

Related posts

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

Leave a Comment