Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

નગરપાલિકા વિસ્‍તારના દરેક નાગરિકોને ‘સ્‍વચ્‍છ, સુંદર અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ’ બનાવવા માટે પોતાના યોગદાન માટે કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
સેલવાસ નગરપાલિકા દ્વારા આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત અલગ-અલગ વોર્ડમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામા આવ્‍યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામા આવેલ સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસ શહેરને સ્‍વચ્‍છ સુંદર અને સ્‍વાસ્‍થ્‍ય પૂર્ણ બનાવવા માટે પાલિકા દ્વારા વિવિધ ઉપક્રમ શરૂ કરવામા આવેલ છે. જેમાં કચરા નિર્માણ સ્‍થળ પર જ અલગ અલગ કરવા માટે કચરાપેટીની વ્‍યવસ્‍થા, સાર્વજનિક સ્‍વચ્‍છતાગ્રહોના નિર્માણ અને રાખ રખાવ, દરેક સાર્વજનિક રસ્‍તાઓની સાફસફાઈ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતળત્‍વમાં આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત અને સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 મુજબ પાલિકા દ્વારા અલગ અલગ વિસ્‍તારમા સફાઈ અભિયાનનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં પાલિકાના દરેક સભ્‍યોએ પણ ભાગલીધો હતો.
સેલવાસ પાલિકા આ વર્ષે ‘ગાર્બેજ ફ્રી સીટી’ (વન સ્‍ટાર)ના માટે ભાગ લઈ રહ્યુ છે, જેથી દરેકને અનુરોધ છે કે દર વખતની જેમ આ વખતે પણ સેલવાસ પાલિકાને સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામા સાથ આપે અને સ્‍વચ્‍છતા સંબધિત કોઈપણ પ્રકારની સમસ્‍યા હોય તો હેલ્‍પલાઈન નંબર 18001030636 પર ફોન કરવું અથવા તળણૂફુઁત્ર્.શઁ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. વધુમાં વધુ સ્‍વચ્‍છતા એપ્‍લીકેશન સ્‍વચ્‍છતા એપ ડાઉનલોડ કરે અને કોઈપણ પ્રકારની સ્‍વચ્‍છતા સબંધી ફરિયાદ કરી શકો છો.
સેલવાસ પાલિકા વિસ્‍તારના દરેક નાગરિકોને સ્‍વચ્‍છ અને સુંદર અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરે છે.

Related posts

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

લી કલબ ઓફ પારડી સહેલી દ્વારા ‘‘ફૂડ ફોર હંગર” કાર્યક્રમ અંતર્ગત ભોજન વિતરણ કાર્યકમ

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

Leave a Comment