Vartman Pravah
Breaking Newsદમણ

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
સરકારી કૉલેજ દમણના ગુજરાતી વિભાગ તથા સાંસ્‍કળતિક અને અમળત મહોત્‍સવ સમિતિ દ્વારા ‘વિશેષ વિષય, વિશેષ વ્‍યાખ્‍યાન’ શ્રેણી અંતર્ગત વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સરકારી કૉલેજ દમણમાંવિદ્યાર્થીઓમાં વિદ્યાતેજ વધે એ માટે નવા-નવા આયમોથી કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કૉલેજના ગુજરાતી વિભાગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે પ્રતિવર્ષ ‘વિશેષ વિષય, વિશેષ વ્‍યાખ્‍યાન’ શ્રેણી અંતર્ગત અનેક નવા વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ શ્રેણીના માધ્‍યમે તા.31 ડિસેમ્‍બર, 2021, શુક્રવારના રોજ ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિષયને ન્‍યાય આપવા માટે ગુજરાતી વિભાગ, ચિલ્‍ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રોફેસર અને જાણીતા સાહિત્‍યિક અભ્‍યાસ ડૉ. પ્રશાંત પટેલને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. જેઓએ આ વિષયને ખૂબ સચોટતાપૂર્વક, રસપ્રદરીતે પ્રસ્‍તુત કરી આપ્‍યો હતો.
આ કાર્યક્રમનું સંયોજન ગુજરાતી વિભાગના અધ્‍યક્ષ તથા સાંસ્‍કળતિક અને અમળત મહોત્‍સવ સમિતિના સમન્‍વયક, ડૉ. ભાવેશ વાળા દ્વારા કરવામાં આવ્‍યું હતું. સરકારી કોલેજ દમણ આચાર્યશ્રીએ આ માટે શુભેચ્‍છા પાઠવી હતી
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપ્રદ રીતે ભાગ લીધો હતો. કાર્યક્રમની આભારવિધિ હિન્‍દી વિભાગના અધ્‍યક્ષ ડૉ. પુખરાજ જાંગિડ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment